VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 165 પર પહોંચ્યો, જાણો જિલ્લા પ્રમાણે સ્થિતિ

|

Apr 07, 2020 | 6:11 AM

રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલ સાંજ બાદથી 19 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો વધીને 165 પર પહોંચી ગયો છે. નવા 19માંથી 13 કેસ તો ફક્ત અમદાવાદના જ છે. આ સિવાય પાટણમાં 3, ભાવનગર, સાબરકાંઠા અને આણંદમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. ભાવનગરમાં […]

VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 165 પર પહોંચ્યો, જાણો જિલ્લા પ્રમાણે સ્થિતિ

Follow us on

રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલ સાંજ બાદથી 19 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો વધીને 165 પર પહોંચી ગયો છે. નવા 19માંથી 13 કેસ તો ફક્ત અમદાવાદના જ છે. આ સિવાય પાટણમાં 3, ભાવનગર, સાબરકાંઠા અને આણંદમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. ભાવનગરમાં 29 વર્ષની મહિલા, આણંદમાં 54 વર્ષના 1 પુરૂષ અને સાબરકાંઠામાં 34 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો રાજકોટમાં 37 વર્ષનો યુવક સાજો થઈ જતાં તેને રજા આપી દેવાઈ છે. કુલ 165માંથી 126 દર્દીઓની તબિયત સારી છે જ્યારે 4 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાઈરસનો કેર: પાટણમાં કોરોનાના વધુ 3 અને ભાવનગરમાં વધુ એક કેસ પોઝિટિવ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અમદાવાદની વાત કરીએ તો નવા 13 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 77 પર પહોંચી છે. જેમાંથી 35 કેસ એટલે કે અડધા લોકોને તો સ્થાનિક સ્તરેથી જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જે નવા કેસ નોંધાયા છે તેમાં 60, 65, 24, 33 અને 59 વર્ષની સ્ત્રીઓ છે. જ્યારે 64, 53, 65, 26, 41, 40, 25, 64 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article