CORONA : બીજી લહેર કેમ છે પ્રાણઘાતક ? ફેફસામાં થતું ઇન્ફેકશન દુર થતા લાગે છે 3 મહિનાનો સમય

|

Apr 15, 2021 | 1:43 PM

CORONAના દર્દીની સારવાર બાદ દર્દીનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. પરંતુ આ રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ પણ ઘણાં દર્દીને ફેફસાંમાં થયેલાં ઈન્ફેકશનની ક્ષતિ દૂર થતાં 21 દિવસથી લઇને 3 મહિના જેટલો સમય લાગી શકે છે.

CORONA : બીજી લહેર કેમ છે પ્રાણઘાતક ?  ફેફસામાં થતું ઇન્ફેકશન દુર થતા લાગે છે 3 મહિનાનો સમય
ફાઇલ

Follow us on

CORONAના દર્દીની સારવાર બાદ દર્દીનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. પરંતુ આ રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ પણ ઘણાં દર્દીને ફેફસાંમાં થયેલાં ઈન્ફેકશનની ક્ષતિ દૂર થતાં 21 દિવસથી લઇને 3 મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવા દર્દીઓને તાત્કાલિક ડિસ્ચાર્જ આપી શકાય નહીં તેવું એક સંશોધનમાં સામે આવ્યું છે. દર્દીને આઈસીયુમાંથી સીધો સાદા બેડ પર લઇ જઇ શકાતો નથી કે સીધું જ ડિસ્ચાર્જ આપી શકાતું નથી. CORONAના વધતા કેસને પગલે એમ્બુલન્સની લાઇન લાગવા બદલ AHMEDABAD સહિતના મહાનગરોની સરકારી હોસ્પિટલો પર દોષારોપણ થાય છે. પરંતુ હકીકતમાં HOSPITALની બહાર લાઇનો લાગવા અને સિવિલની કાર્યક્ષમતા વચ્ચે કોઇ સંબંધ નથી. ‌એમ્બુલન્સની લાઈન થતાં દર્દીને દાખલ કરવાની નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય.

REPORT આવે તે પહેલા જ કોરોનાનું સંક્રમણ ફેફસામાં પહોંચી જાય છે

સંશોધનમાં ખુલ્યું છેકે કોઇ દર્દી કોરોનાનો રિપોર્ટ કરાવે છે. તેના 24 કલાકમાં જ ફેફસાંમાં કોરોનાનું ઇન્ફેકશન 50થી 70 ટકા સુધી પહોંચી જાય છે. હજુ તો કોઈ દર્દીએ એન્ટિજન, RTPCR કે સીટી સ્કેન કરાવ્યો હોય અને એનું પરિણામ આવે એના 24 કલાકમાં જ ફેફસાંમાં ઈન્ફેકશનનું મોટાપ્રમાણમાં ફેલાઇ જાય છે. આ-જ કારણ છેકે કોરોનાની સેકન્ડ વેવમાં મોત વધી રહ્યાં હોવાનું નિષ્ણાત તબીબોનું કહેવું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોઈ વ્યકિત રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીવે ત્યારે ફેફસાં આટલાં ડેમેજ થઈ શકે છે. જે CORONA વાયરસને કારણે બેથી ત્રણ દિવસમાં થઈ જાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

CORONAની બીજી લહેરનો વધું પ્રાણઘાતક કેમ ?

CORONAના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એનું કારણ એ છે કે CORONAની પ્રથમ વેવમાં વાયરસ શરીરમાં પ્રવેશે એના 5 કે 7 દિવસ પછી ફેફસાં સુધી પહોંચતો હતો. જયારે અત્યારની CORONA પેટર્નમાં વાયરસ શરીરમાં પ્રવેશે તેના બીજા કે ત્રીજા દિવસે જ સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે. ફેફસાં સુધી પહોંચે એટલું જ નહીં, પરંતુ 50થી 70 ટકા ફેફસાંને ઈન્ફેકટ કરી દે છે. એટલે જ કોરોના બીજી લહેરમાં પ્રાણઘાતક સાબિત થયો છે.

ICUમાં જતાં દર્દીને 7 દિવસ રાખવા પડે
HOSPITALની બહાર એમ્બુલન્સમાં આવતાં ઘણાં દર્દીની સંખ્યા વધારે હોય ત્યારે દર્દીની સારવારનો ક્રમ નિર્ધારિત કરવાની સાથે રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઇ ઓક્સિજનની જરૂર હોય તેવાં દર્દીને સાદા બેડ પર લઇ શકાતા નથી. ICUમાં જનારાને ઓછામાં ઓછાં 7 દિવસ રાખવા પડે છે. આમ, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જયપ્રકાશ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

વાયરસનો સ્ટ્રેન બદલાતાં ફેફસાંમાં ચેપ વધુ
હાલમાં મોટા ભાગના કેસમાં ઓકિસજનની જરૂર હોય છે. તેમનાં ફેફસાંમાં બેથી ત્રણ જ દિવસમાં 50થી 70 ટકા સંક્રમિત થાય છે. આ સ્થિતિ કોઈ સામાન્ય માણસ રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીએ ત્યારે થતી હોય છે. જે કોરોનાના નવા સ્ટ્રેનમાં માત્ર ત્રણ દિવસમાં જોવા મળે છે તેવું નિષ્ણાંતો જણાવે છે.

નવા દાખલ થતા 90% દર્દી ઓક્સિજન પર
સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં 90 ટકા ઓકિસજન પર છે, જેમનાં ફેફસાંમાં 50થી 70 ઈન્ફેકશન જોવા મળે છે. પહેલા સ્ટ્રેનમાં આ પ્રમાણ 7-10 દિવસે જોવા મળતું, હવેના સ્ટ્રેનમાં 2-3 દિવસમાં જોવા મળે છે.

Next Article