ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2270 કેસ, આઠનાં મોત

|

Mar 28, 2021 | 8:57 PM

ગુજરાતમાં Corona ના કેસ રોકાવવાનું નામ નથી લઇ રહ્યા છે. જેમાં આજે રાજયભરમાં કોરોનાના નવા 2270 કેસ સામે આવ્યા છે. તેમજ છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના લીધે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1605 લોકો સાજા થયા છે.

ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2270 કેસ, આઠનાં મોત
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2270 કેસ

Follow us on

ગુજરાતમાં Corona ના કેસ રોકાવવાનું નામ નથી લઇ રહ્યા છે. જેમાં આજે રાજયભરમાં કોરોનાના નવા 2270 કેસ સામે આવ્યા છે. તેમજ છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના લીધે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1605 લોકો સાજા થયા છે. તેમજ ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 3,00,866 એ પહોંચ્યો છે. જ્યારે કુલ ડિસ્ચાર્જ 2,84, 846 થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 11,528 એ પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધી કુલ 4492 લોકોના મૃત્યુ થયાં છે.

જેમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલા આઠ લોકોમાંથી અમદાવાદના 2, રાજકોટના 2, સુરતના 3, અને વડોદરાના 1 Corona દર્દીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 11,528 Coronaના એક્ટિવ કેસમાંથી 152 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 11,376 લોકો સ્ટેબલ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ ઉપરાંત જો આપણે ગુજરાતના કોરોનાના જિલ્લાવાર આંકડા પર નજર કરીએ તો સુરતમાં 775 , અમદાવાદમાં 613 , રાજકોટમાં 197, વડોદરા 232, ગાંધીનગર 41, જામનગર 24, ભાવનગર 28, કચ્છ 23, પાટણ 23, દાહોદ 22,ખેડા 22, અમરેલી 24, મહેસાણા 26, આણંદ 17, નર્મદા 17, નવસારી 12 , મોરબી 12 અને વલસાડમાં 12 કેસ નોંધાયા છે.

હોળી અને ધૂળેટીના તહેવારોમાં ભીડ એકત્રના કરવા તાકીદ 

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસો અને સામે આવી રહેલા હોળી અને ધૂળેટીના તહેવારોના પગલે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ તેના પગલે સરકાર ઉપરાંત જે તે જિલ્લાના પોલીસવડાએ પણ આ બંને તહેવારોમાં લોકોને ભીડ એકત્ર ન કરવા અને જાહેર રોડ ધૂળેટીની ઉજવણી ન કરવા માટે લોકોને તાકીદ કરી છે. આ ઉપરાંત ગુજરાત સરકારે આજે કોરોનાની બીજી લહેરને અટકાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં આવનારા તમામ લોકોએ  આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે. અથવા તો 72 કલાકનું કોરોના નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે.

રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં જો આપણે એક મહિનામાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો એક માસ પૂર્વ 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 27 માર્ચના રોજ  વધીને 2276 એ પહોંચ્યા છે.

Corona ના ટેસ્ટ વધારવામાં આવ્યા 

ગુજરાતમાં કોરોનાના કેસ વધતાંની સાથે જ સરકાર માટે કેસ ઘટાડવા મોટો પડકાર છે.  રાજ્ય સરકારે તેની માટે અલગ અલગ રીતે અનેક પ્રયાસો શરૂ કર્યા છે. જેમાં સુરત અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટાડવા માટે સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે.  કોરોનાના ટેસ્ટ વધારવામાં આવી રહ્યાં છે.  લોકોને સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે.

Published On - 8:51 pm, Sun, 28 March 21

Next Article