Corona: કોરોના સંક્રમણ વધવા લાગતા ગામડાઓ લોકડાઉન થવાની શરુઆત, સાબરકાંઠાના આ ગામમાં થયું લોકડાઉન

|

Apr 03, 2021 | 6:29 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. હિંમતનગર (Himmatnagar)નું કાણીયોલ (Kaniyol) ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે.

Corona: કોરોના સંક્રમણ વધવા લાગતા ગામડાઓ લોકડાઉન થવાની શરુઆત, સાબરકાંઠાના આ ગામમાં થયું લોકડાઉન
Kaniyol Village

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળી રહ્યા છે. હિંમતનગર (Himmatnagar)નું કાણીયોલ (Kaniyol) ગામ આજથી સાત દિવસ માટે સ્વયંભુ સજ્જડ બંધ રહેશે. માત્ર સવાર-સાંજ માત્ર બે કલાક આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખોલવામાં આવશે. વકરતા જતા કોરોનાની સ્થિતીને લઈને સ્થાનિક ગ્રામજનોએ ગામને લોકડાઉન (Corona Lockdown) કરવા સ્વંયભૂ નિર્ણય કર્યો છે. હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વકરવા લાગ્યો છે. જેને લઈને હવે લોકોમાં પણ હવે નવી લહેરથી ફફડાટ વ્યાપવા લાગ્યો છે. જેને લઈ હવે ગ્રામ્ય વિસ્તારો પણ સાવચેતીના પગલા ભરવા લાગ્યા છે.

 

સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે. જિલ્લાના મુખ્યમથક હિંમતનગરના કાણીયોલ ગામમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામને સાત દિવસ સંયભુ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. ગામના આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોની સુખાકારી માટે સાત દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે. જેનો શનિવારથી ગામમાં ચુસ્ત અમલ શરુ કરવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ગામના આગેવાન કિરણ પટેલ અને તલાટી અશોક પટેલે કહ્યુ હતુ કે, કોરોનાને લઈને સાવચેતી દાખવવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના લોકોને કોરોનાથી દુર રાખવા માટે આ એક જ ઉપાય અપનાવવો એ મજબૂરી છે. જેને લઈને ગામના લોકોએ જ મળીને સ્વયંભૂ નિર્ણય લીધો હતો.

Corona Lockdown Notice

 

હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે 2,200 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. ગામમાં વસતા ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના શિક્ષિત લોકો હિંમતનગર અને આસપાસમાં સરકારી અને ખાનગી નોકરી ધંધો કરી ગુજરાન કરે છે. ગામમાં સ્થાનિકોમાં કોરોના પોઝિટીવ આવ્યા છે અને કોરોના સંક્રમણ વધે નહીં એ માટે ગ્રામજનોએ સાત દિવસ ગામ સ્વંયભુ સજ્જડ બંધ પાળ્યો છે. ગામમાં આવેલ તમામ દુકાનો પણ બંધ રહેશે અને આવશયક ચીજ વસ્તુની દુકાન સવાર સાંજ બે બે કલાક શરૂ રહેશે. ત્યારબાદ તમામ દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય ગ્રામજનોએ કર્યો છે.

 

આ પણ વાંચો: કોરોનાકાળમાં પણ Railway એ રચ્યો ઇતિહાસ, માલ વહન મામલે બનવાનો રેકોર્ડ

Next Article