Corona Suomoto : સુઓમોટો મામલે સરકારે હાઈકોર્ટમાં રજુ કર્યું સોગંદનામું, વાંચો સરકારે શું કર્યો ખુલાસો

|

Jun 15, 2021 | 6:10 PM

Corona Suomoto :  કોરોના કાળમાં થયેલી  અરજીના સંદર્ભમાં સરકારે આજે હાઈકોર્ટમાં સરકારની કામગીરી અંગેનું સોગંદનામું રજુ કર્યું હતું.  આ સોગંદનામામાં ઉલ્લેખ થયો છે કે, અત્યાર સુધીમાં 2,02,64,893 લોકોએ વેક્સિન લીધી છે.

Corona Suomoto : સુઓમોટો મામલે સરકારે હાઈકોર્ટમાં રજુ કર્યું સોગંદનામું, વાંચો સરકારે શું કર્યો ખુલાસો
Corona Suomoto

Follow us on

Suomoto :  સુઓમોટો મામલે સરકારે આજે હાઈકોર્ટમાં (highcourt)  સોગંદનામું રજુ કર્યું જેમાં , કોરોના વેક્સિન ,  મ્યુકોરમાઈકોસિસનાં( Mucormycosis)  ઇન્જેક્શનની વહેંચણી,  ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનની ફાળવણી ,  દવાઓની સ્થિતિ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં કોરોનાની સારવાર અંગેનાં પગલાઓનો સોગંદનામા માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે,  કોરોના કાળમાં થયેલ  અરજીના સંદર્ભમાં સરકારે આજે હાઈકોર્ટમાં સરકારની કામગીરી અંગેનું સોગંદનામું રજુ કર્યું હતું.  આ સોગંદનામા માં ઉલ્લેખ થયો છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 2,02,64,893 લોકોએ વેક્સિન લીધી હોવાનું જણાવ્યું છે અને 1 એપ્રિલથી 13 જૂન સુધીમાં કેન્દ્ર સરકારે રાજ્યને કુલ 54,411 મ્યુકમાઇકોસિસના ઇન્જેક્શન આપ્યાં હતાં.

જે પૈકી 37,494 ઇન્જેક્શનની વહેંચણી કરી છે, જ્યારે સરકાર પાસે 16,917 ઇન્જેક્શનનો સ્ટોક હોવાની રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,  મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન “લિપ્સોનલ એમ્ફોટેરિશિનનું” વિતરણ હજુ કેન્દ્ર સરકાર હસ્તક છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આદિવાસી વિસ્તારમાં માત્ર એક જ પ્રાથમિક કેન્દ્રનો ખુલાસો

અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટમાં કરાયેલ પ્રશ્રોનાં સંદર્ભમાં સરકારે સોગંદનામાં ઉલ્લેખ કર્યો છે કે ,  કોરોનાની સારવાર માટે આદિવાસી વિસ્તારમાં 30 હજારની વસ્તી સામે માત્ર એક જ આરોગ્ય કેન્દ્ર (Primary health center) હોવાનો સરકારે ખુલાસો કર્યો છે,  ઉપરાંત 20 હજારની વસ્તી સામે માત્ર એક કોમ્યુનિટી સેન્ટર(Community center)  હોવાનો ઉલ્લેખ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે, અગાઉની સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટ સરકારને મ્યુકમાઇકોસિસના ઇન્જેક્શન અને કોરોના વેક્સિન સંદર્ભ સરકારને આડે હાથ લીધી હતી.

Next Article