રાજયમાં કોરોનાના નવા 1010 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત

  • Publish Date - 8:00 pm, Sun, 20 December 20
રાજયમાં કોરોનાના નવા 1010 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1010 નવા કેસ નોંધાયા. જ્યારે 7 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 207 દર્દી નોંધાયા. જ્યારે 5 દર્દીઓના મોત નિપજ્યા. તો સુરત શહેરમાં 130 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. જ્યારે 1 દર્દીઓનું કોરોનાથી મોત નિપજ્યા. આ તરફ વડોદરામાં 115 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું મોત નોંધાયું છે.રાજકોટમાં 80 પોઝિટિવ કેસ નોંધાયા. તો બીજી તરફ રાજ્યમાં પોઝિટિવ કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. જોકે હજુ પણ વેન્ટિલેટર પર 61 દર્દીઓ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 11,940 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધી કુલ 2.19 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

 

અમદાવાદની જો વાત કરીએ તો પાછલા 24 કલાકમાં સૌથી વધુ 207 કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. અમદાવાદ શહેરમાં 207 કેસ નોંધાવાની સાથે 206 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે. તો અમદાવાદ જિલ્લામાં 8 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જ્યારે 11 દર્દીઓએ સાજા થતા ઘરે પરત ફર્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati