Corona: અમદાવાદ સિવિલમાં દાખલ પૂર્વ પોલીસ જવાને કહ્યું ‘હું મારા પ્રોસ્થેટિક પગ પર ચાલીને ઘરે પાછો જઈશ’   

|

Apr 12, 2021 | 8:21 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil)ની કોરોનાની 1,200 બેડની હોસ્પિટલના ICU વોર્ડમાં પૂર્વ પોલીસ જવાન ચંદ્રબહાદુર થાપા (Chandra Bahadur Thapa)ની સારવાર ચાલી રહી છે. 3 એપ્રિલે ચંદ્રબહાદુર કોરોનાથી સંક્રમિત થયા હતા. તે પછી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.   અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ચંદ્રબહાદુર કોરોનાગ્રસ્ત થતા તેમનું ઓક્સિજનનું સ્તર સતત ઘટવા […]

Corona: અમદાવાદ સિવિલમાં દાખલ પૂર્વ પોલીસ જવાને કહ્યું હું મારા પ્રોસ્થેટિક પગ પર ચાલીને ઘરે પાછો જઈશ   

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ( Ahmedabad Civil)ની કોરોનાની 1,200 બેડની હોસ્પિટલના ICU વોર્ડમાં પૂર્વ પોલીસ જવાન ચંદ્રબહાદુર થાપા (Chandra Bahadur Thapa)ની સારવાર ચાલી રહી છે. 3 એપ્રિલે ચંદ્રબહાદુર કોરોનાથી સંક્રમિત થયા હતા. તે પછી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ચંદ્રબહાદુર કોરોનાગ્રસ્ત થતા તેમનું ઓક્સિજનનું સ્તર સતત ઘટવા લાગ્યું હતું. વાઈરસ ફેફસા સુધી પહોંચી ચૂક્યો હતો. એટલે તાત્કાલિક ધોરણે તેમને 1,200 બેડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જ્યાં તેમને આઈ.સી.યુમાં NRBM ઓક્સિજન માસ્ક પર રાખવાની ફરજ પડી. સ્થિતિ ગંભીર થતા તેમને બાયપેપ વેન્ટીલેટર પર રાખી સઘન સારવાર કરવામાં આવતા તેમની સ્થિતિમાં મહદઅંશે સુધારો થયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

ચંદ્રબહાદુર થાપાના કિસ્સામાં મુશ્કેલી એ પણ હતી કે તેમનો 2006માં અકસ્માત થતાં તેમને બંને પગ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે પ્રોસ્થેટિક પગ( કૃત્રિમ પગ)ને સહારે જીવન વ્યતિત કરે છે. એટલે તેમને ભોજન, પાણી, કપડા બદલવા અને શૌચ ક્રિયાઓમાં પેશન્ટ એટેન્ડન્ટ(દર્દી સહાયક) મદદ કરી રહ્યા છે. હાલ આ દર્દી સહાયક ભારે વાત્સલ્યભાવથી પૂર્વ પોલીસ જવાનની સેવા કરી રહ્યા છે.  ચંદ્રબહાદુર થાપાએ પણ સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ અને પેશન્ટ એટેન્ડનો હ્રદયપૂર્વક આભાર માને છે. તેઓ કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં મારી શ્રેષ્ઠ સારવાર થઈ રહી છે.

 

 

મેં વિચાર્યુ પણ ન હતુ કે કોરોનાગ્રસ્ત થયા બાદ મને સરકારી હોસ્પિટલમાં આટલી શ્રેષ્ઠ સારવાર મળશે. અહીંના તબીબો દ્વારા કરવામાં આવી રહેલી સારવારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને મને ખાતરી છે કે હું મારા પ્રોસ્થેટિક લેગ પર ચાલીને ઘરે પરત ફરીશ. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની કાળજી લઈ રહ્યા છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી.મોદી જ્યારે વોર્ડની મુલાકાત લીધી, ત્યારે આ પૂર્વ પોલીસ જવાનને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું.

 

 

આ પણ વાંચો: vadodara : શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણનો મહાવિસ્ફોટ, તમામ હોસ્પિટલ્સ હાઉસફુલ

Next Article