આખરે હાંફ્યો કોરોના: અમદાવાદ શહેર અને જિલ્લામાં થાક્યો કોરોના, જાણો આંકડા

|

Jan 23, 2021 | 3:40 PM

કોરોના થાક્યો: અમદાવાદમાં સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો. 22 વોર્ડ કરાયા બંધ જ્યારે 94 ટકા ખાનગી હૉસ્પિટલોના બેડ ખાલી.

આખરે હાંફ્યો કોરોના: અમદાવાદ શહેર અને જિલ્લામાં થાક્યો કોરોના, જાણો આંકડા
Ahemdabad Corona Case

Follow us on

કોરોના થાક્યો: અમદાવાદમાં સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો. 22 વોર્ડ કરાયા બંધ જ્યારે 94 ટકા ખાનગી હૉસ્પિટલોના બેડ ખાલી

અમદાવાદ શહેરમાં હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વે તોકોરોના વેક્સિનના સમચારે રાહત તો આપી જ છે પરંતુ સતત ઘટ્ટ આંકડાઓ પણ નિરાંતના  સમાચાર આપી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત્ કરવામાં આ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને 22 વોર્ડ બંધ કરવામાં આવ્યા છે. આંકડાઓની વાત કરવામાં આવે તો હાલમાં હોસ્પિટલમાં માત્ર 83 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. અત્યારે હાલના સમયે માત્ર 4 વોર્ડ જ કાર્યરત રાખવામાં આવ્યા છે.

Ahmedabad Civil Hospital

કેટલા દર્દીઓ લઈ રહ્યા છે સારવાર?
શહેરમાં સતત કોરોના કેસનો ગ્રાફ નીચે આવતા કોરોના વોરિયર્સ પણ રાહત મળી છે. અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં માત્ર 83 દર્દીઓ જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે તથા 35 દર્દીઓ બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતાં 1200 બેડના 26 વૉર્ડમાંથી 22 વોર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 189 દર્દીઓ
ખાનગી હોસ્પિટલોની વાત કરવામાં આવે તો હાલમાં અત્યારે માત્ર 189 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે.ખાનગી હોસ્પિટલોની સાસંખ્યા હવે ઘટીને 81 પર પહોંચી ગઈ છે. જેમાં કુલ 3005 બેડની ક્ષમતા છે. જેમાંથી 2816 બેડ ખાલી થાય છે.
આંકડાઓ પરથી અનુમાન કાઢીએ તો હવે ખાનગી હૉસ્પિટલોના બેડ પણ 94% ખાઈ થાય છે.સોલા સિવિલમાં પણ દર્દીઓની સંખ્યા 15 થી 22ની આસપાસ છે.

કેટલા છે હાલ કેસ? કેટલને અપાઈ રજા?
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ હવે કાબૂમાં આવી ગયું છે.સતત કોરોના સંક્રમણ ઘટતા શહેર અને જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 91 નવા કેસ અને 181 દર્દીઓ સાજા થાય છે અને એક દર્દીનું મોત થયુ છે. જે સાથે જ મૃત્યુઆંક 2,286 પર પહોંચ્યો છે. 21 જાન્યુઆરીની સાંજથી 22 જાન્યુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 88 અને જિલ્લામાં 3 નવા કેસ નોંધાય છે. તેમજ શર્મા 178 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 60,335 થયો છે. જ્યારે 56,058 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

જાણો કેટલાએ લીધી રસી ? શું કહે છે આંકડાઓ ?
કોરોના સામે ખડેપગે પોતાની ફરજ પર તૈનાત એવા કોરોના વોરિયર્સ ડૉક્ટર અને હેલ્થ વર્કર્સ માટે રસી મુકાવવા વધુ એક સરળતા કરી આપવમાં આવી છે.રસી માટે નોંધણી કરાવ્યા પછી કોઈપણ ડૉક્ટર કે હેલ્થ વર્કર રસીની તારીખ, સ્થળ અને કેન્દ્ર અંગે મોબાઇલ પર મેસેજની રાહ જોયા વગર કોઈપણ રસી કેન્દ્ર પર જઈ રસી મુકાવી શકશે. અર્થાત બંને માટે ‘વોક ઇન વેક્સિન’ની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારામાં શનિવારથી 40 ખાનગી હોસ્પિટલમાં પણ રસી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ સાથે કુલ આંક 60એ પહોંચશે.શુક્રવારે 15 કેન્દ્ર પર સાંજે 7.30 સુધી રસી મુકવામાં આવી હતી. રજિસ્ટ્રર થયેલા 1662માંથી 1273 એટલે કે 76 ટકાએ રસી લીધી હતી. એચસીજી હોસ્પિટલમાં તો રજિસ્ટર થયેલા 130માંથી 129એ વેક્સિન લીધી હતી. સિવિલના એક કેન્દ્રનો સ્કોર પણ 100 ટકા હતો.

Published On - 3:38 pm, Sat, 23 January 21

Next Article