ગાંધીનગર સચિવાલયમા કોરોનાની એન્ટ્રી, સામાન્ય વહીવટી વિભાગના સચિવ કોરોના સંક્રમિત

|

Dec 09, 2021 | 8:21 PM

ગાંધીનગર સચિવાલયમા કોરોનાની એન્ટ્રી થઈ છે. જેમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવ કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં(Gujarat)  સતત વધી રહેલા કોરોનાના(Corona) કેસો વચ્ચે કોરોનાની ગાંધીનગર(Gandhinagar) સચિવાલયમાં( Secretariat ) એન્ટ્રી થઈ છે. જેમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવ કોરોના સંક્રમિત થયા છેજો કે સચિવને કોરોના થતાં હવે વિભાગની બેઠક વ્યવસ્થા બદલવામાં આવશે. તેમજ કોરોના ગાઈડ લાઇનનું પણ પાલન કરવામાં આવશે. 

આ ઉપરાંત  ગાંધીનગર સચિવાલયમાં કોરોનાનો કેસ આવતા જ  સરકારી કર્મચારીઓમાં પણ ભય ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં ત્રણ બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગુરુવારે 09 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. જે બુધવારે  નોંધાયેલા 67 કેસ કરતાં ત્રણ  વધારે છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 દર્દીઓ સાજા થયા છે.

જ્યારે અત્યાર સુધી કોરોનાના 8,17, 389  દર્દીઓ હરાવ્યો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 73 ટકા થયો છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 459 થઈ છે. જેમાં આઠ લોકો વેન્ટિલેટર પર છે જયારે 451 લોકો તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 10095 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા કેસની વાત કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 13,  જામનગરમાં 10, સુરત શહેરમાં 09, વડોદરા શહેરમાં 06, વડોદરા જિલ્લામાં 06, નવસારીમાં 05, વલસાડમાં 05, આણંદમાં 04, કચ્છમાં 03, રાજકોટ શહેરમાં 03, ભાવનગર શહેરમાં 02, ગાંધીનગર  શહેરમાં 02 અને રાજકોટ  જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

આ પણ  વાંચો: દેવભૂમિ દ્વારકામાં પણ આરોગ્ય તંત્ર ઓમીક્રોનને લઇને સતર્ક, હોસ્પિટલ સજ્જ કરાઇ

આ પણ  વાંચો : Gram Panchayat Election : વલસાડ જિલ્લાની 24 ગ્રામ પંચાયત સમરસ, 302 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે, સરપંચ માટે 1299 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Published On - 6:30 pm, Thu, 9 December 21

Next Video