બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં શરુ થયો કોરોનાનો કહેર, સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ, રાજકોટમાં પણ કેસ નોંધાયો

|

Dec 21, 2023 | 7:55 AM

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ કહેર મચાવવાનો શરુ કરી દીધો છે.તો હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાવાના શરુ થઇ ગયા છે.ગુજરાતમાં કોરોનાની ફરીથી એન્ટ્રીને લઈ સરકારે મોટું નિવેદન આપ્યુ છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ આજે 13 સુધી પહોંચ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં શરુ થયો કોરોનાનો કહેર, સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ, રાજકોટમાં પણ કેસ નોંધાયો
File Image

Follow us on

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ કહેર મચાવવાનો શરુ કરી દીધો છે.તો હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાવાના શરુ થઇ ગયા છે.ગુજરાતમાં કોરોનાની ફરીથી એન્ટ્રીને લઈ સરકારે મોટું નિવેદન આપ્યુ છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ આજે 13 સુધી પહોંચ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

રાજકોટમાં કોરોનાનો બે મહિના બાદ નોંધાયો કેસ

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1નો ગઇકાલે એક કેસ નોંધાયો હતો, હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગઇકાલે અમદાવાદના 7 કેસ સામે આવ્યા બાદ હવે રાજકોટમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. રાજકોટમાં 2 મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. અગાઉ 22 ઓક્ટોબરે કોરોનાનો કેસ નોંધાયો હતો .

મહિલાની કોઇ ટ્રાવેલ હીસ્ટ્રી નહીં

રાજકોટમાં અક્ષરમાર્ગ પર રહેતી 52 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવી છે. મહિલાને તાવ અને શરદીના લક્ષણ થયા બાદ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટિવ આવ્યા બાદ મહિલાને હોમ આઇસોલેટ કરવામાં આવી છે. હાલ તો મહિલાની કોઇ પણ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

કોરોના સામે તંત્ર એક્શનમાં

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે. જો કે રાહતની વાત એ છે કે કોરોનાના લક્ષણ ખુબ જ સામાન્ય છે. છતાં જેવી રીતે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેના કારણે ગુજરાત સરકાર પણ એક્શનમાં છે.

આ પણ વાંચો- આજનું રાશિફળ વીડિયો: આ બે રાશિના જાતકોને આજે અટકેલા કામ પૂર્ણ થશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ વીડિયો

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક રહેવા આપી સૂચના

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સ યોજી દરેક રાજ્યને મદદની ખાતરી આપતાં કહ્યું કે કોરોના મુદ્દે આપણે સતર્ક રહેવાનું છે, ગભરાવવાની જરૂર નથી, કેમકે એક્ટિવ કેસોના વેરિયન્ટ ખૂબ જ માઈલ્ડ છે.હાલ તો રાહતની વાત એ છે નવા વેરિયન્ટમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી, એટલે વધુ ચિંતા કરવાની જરુર નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 7:31 am, Thu, 21 December 23

Next Article