કોરોના બ્લાસ્ટ: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,565 કેસ નોંધાયા

|

Mar 20, 2021 | 9:02 PM

ગુજરાતમાં Coronaએ ફરી એક વિકરાળ સ્વરૂપ લીધું છે. જેમાં શનિવારે સામે આવેલા કોરોનાના આંકડાએ લોકો અને સરકારને ચિંતામાં મૂકી દીધા છે. જેમાં રાજ્યના મહાનગરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ રાજ્યમાં કોરોનાના 1,565 કેસ નોંધાયા છે.

કોરોના બ્લાસ્ટ: ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,565 કેસ નોંધાયા

Follow us on

ગુજરાતમાં Coronaએ ફરી એક વિકરાળ સ્વરૂપ લીધું છે. જેમાં શનિવારે સામે આવેલા કોરોનાના આંકડાએ લોકો અને સરકારને ચિંતામાં મૂકી દીધા છે. જેમાં રાજ્યના મહાનગરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ રાજ્યમાં કોરોનાના 1,565 કેસ નોંધાયા છે. જે શુક્રવારે નોંધાયેલા 1,415 કેસની સરખામણીએ 150 વધ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સામે આવેલા આંકડા મુજબ કોરોનાના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં કોરોનામાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 484 અને અમદાવાદ શહેરમાં 404 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વડોદરામાં 151 અને રાજકોટમાં 121 કેસ નોંધાયા છે.

 

આમ ચાર મહાનગરોમાં Coronaના  કેસનો રાફડો ફાટ્યો છે. જ્યારે આ ઉપરાંત ભાવનગરમાં 35, ગાંધીનગરમાં 33, જામનગરમાં 13, મહેસાણામાં 29 જેટલા કેસ નોંધાયા છે.ગુજરાતમાં 6737 સક્રિય કેસ છે, જેમાંથી 69 દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6,668 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે, જ્યારે કોરોનાના લીધે અત્યાર સુધી 4,443 દર્દીઓના મોત થયા છે.

Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી

 

સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ  અમલી

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે કોરોના એપીસેન્ટર સુરત, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂની મુદત રાત્રે 9થી સવારના 6 વાગે સુધી રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં સપ્તાહના અંતમાં શનિ અને રવિવારના રોજ મોલ તથા સિનેમા ઘરોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

અમદાવાદ શહેરમાં સ્વામિનારાયણ સંતો પણ કોરોનાની ચપેટમાં

અમદાવાદ શહેરમાં Coronaના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે સામાન્ય લોકોની સાથે સાથે સ્વામિનારાયણ સંતો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેમાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના આઠ સંતોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે આ સંતોની કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે.

 

અમદાવાદ શહેરમાં Coronaની સ્થિતિ જોઈએ તો દિન પ્રતિદિન ખરાબ થતી જોવા મળી રહી છે. તેમાં લોકડાઉન ખૂલ્યા બાદ  લોકોએ કોરોના ગાઈડલાઇનના કરેલા ભંગના પગલે કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. જો કે તેમ છતાં પણ ગત અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેમજ તેના લીધે લોકોમાં એક પ્રકારનો  ભય જોવા મળી રહ્યો છે.

 

અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરી કોરોના ટેસ્ટ કરાશે

આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનને એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 15 સ્થળોએ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

આ પણ વાંચો: કોરોના બેકાબૂ : અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો કોરોના ગ્રસ્ત
Next Article