સુરતમાં પાંડેસરા બાળકી દુષ્કર્મ કેસના ગુનેગારને કોર્ટ આજે સજા સંભળાવશે

|

Dec 07, 2021 | 12:01 AM

સુરત શહેરમાં પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમાં સોમવારે કોર્ટમાં ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કોર્ટે આરોપીને કસુરનાર ઠેરવીને દોષિત જાહેર કર્યો છે.

સુરતમાં પાંડેસરા બાળકી દુષ્કર્મ કેસના ગુનેગારને કોર્ટ આજે સજા સંભળાવશે
surat

Follow us on

સુરતમાં(Surat) પાંડેસરા(Pandesara)  વડોદની અઢી વર્ષની બાળકીનું દિવાળીના તહેવાર દરમિયાન અપહરણ કરી દુષ્કર્મ (Rape) આચરી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા મૂળ બિહાર ના વતની આરોપી ગુડ્ડ મધેશ યાદવને સોમવારે પોક્સો કેસોની(Pocso)  ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટેમાં આરોપીને કસુરવાર ઠેરવી દોષિત જાહેર કર્યો છે. જયારે આજે મંગળવારે કોર્ટ ગુનેગારને સજા સંભળાવશે.

શહેરના પાંડેસરા ખાતે માત્ર અઢી વર્ષની માસુમ બાળકી સાથે જધન્ય બળાત્કાર અને હત્યા કેસના આરોપી વિરુધ સોમવારે ચુકાદો  આપવામાં આવ્યો હતો   દિવાળીની રાત્રે શ્રમજીવી પરિવારની માસુમ પુત્રી પર બળાત્કાર બાદ નિર્મમ હત્યા કરીને નરાધમે ઝાડી- ઝાંખરામાં મૃતદેહ ફેંકી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. સમગ્ર શહેરમાં ચકચાર મચાવનાર પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમાં સોમવારે કોર્ટમાં ચુકાદો સંભળાવ્યો છે. એમાં કોર્ટે આરોપીને કસુરનાર ઠેરવીને દોષિત જાહેર કર્યો છે.

આજે મંગળવારે કોર્ટ આરોપીને સજા સંભળાવશે. પાંડેસરા પોલીસે બાળકી ગુમ થયા બાદ ગણતરીના દિવસોમાં મૃતદેહને શોધી કાઢ્યા બાદ આરોપીની ધરપકડ કરી તમામ પુરાવાઓ ભેગા કર્યા હતા. ગણતરીના દિવસોમાં, એટલે કે લગભગ 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું હતું કે 99 ટકા લોકો ઈચ્છે કે આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોવી ન જોઈએ.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

આરોપીએ 4થી નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. મૂળ બિહારના જહાનાબાદના વતની અને આરોપી ગુરુકુમાર મધેશ યાદવે બાળકી પર બળાત્કાર અને હત્યા કરી તેના મૃતદેહને ત્યાંના ઝાડી-ઝાખરામાં નાખી દીધો હતો. પાંડેસરા પોલીસે અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.

પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘરમાલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી.
જેમાં તેમણે મહાભારતના શ્લોકોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે.

– દંડઃ શાસ્તિ પ્રજા- સર્વા દંડ એવાભિરક્ષતિ
– દંડ – સુપ્તેષુ જાગરતિ દંડ ધર્મ વિદુ બુર્ધા

જેનો ભાવાર્થ થાય છે કે અપરાધિઓને નિયંત્રણમાં રાખવા માટે દંડની વ્યવસ્થા દરેક પ્રભાવી તથા સફળ શાસકિય તંત્રનું જરૂરી અંગ હોય છે.આ જ દંડ જે પ્રજાને શાસિત- અનુશાસિત રાખે છે.અને એજ પ્રજાની રક્ષા કરે છે. અને આ જ દંડ રાત્રી કાળ દરમિયાન જાગતા રાખે છે અને આને જ વિદુજજન ધર્મના નામ પર જુએ છે…

અઢી વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠિયા ગામ ખાતે રહે છે, જ્યારે છેલ્લાં 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા જીઆઇડીસીની આર્મો ડાઇંગ મિલમાં નોકરી કરે છે. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વીડિયો મળી આવ્યા છે.

દિવાળીની સાંજે તેણે મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા હતા અને ત્યાર બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતાં તેનું અપહરણ કરી બદકામ કર્યાની કબૂલાત કરી હતી.આખરે સોમવારે કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો અને આજે સુરત કોર્ટ સજા જાહેર કરી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનો સરાહનીય પ્રયાસ, ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચો : Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

 

Next Article