GMDC ગ્રાઉન્ડ ખાતે યુદ્ધના ધોરણે કાર્યરત થયેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થતાં જ કન્વીનીયન્સ કીટ અપાઈ

|

Apr 26, 2021 | 9:22 PM

અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

GMDC ગ્રાઉન્ડ ખાતે યુદ્ધના ધોરણે કાર્યરત થયેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થતાં જ કન્વીનીયન્સ કીટ અપાઈ

Follow us on

અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યુદ્ધના ધોરણે 950 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.

 

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, અહીં આવતા દર્દીઓને સત્વરે સારવાર શરૂ થઈ જાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ દર્દીઓને જરુરી એવા તમામ ટેસ્ટ પણ અહીં જ કરવામાં આવે છે. આ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને આગમન સમયે દૈનિક જીવન-જરૂરી કીટ પણ આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ કન્વિનીયન્સ કીટમાં પાણીની ત્રણ બોટલ, ગ્લુકોઝ બિસ્કીટના ચાર પેકેટ, ટીશ્યુ પેપર, ટૂથ બ્રશ, સેનિટાઈઝર, શેમ્પુ અને ન્હાવાના સાબુ, ઓડોમોસ ક્રિમ, નારિયેળનું તેલ, કાંસકો, મુખવાસ, ઈલાયચી અને લવિંગ જેવી દૈનિક જરૂરિયાત ધરાવતી વસ્તુઓનો સમાવેશ થાય છે. ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓએ સારવારની સાથે સાથે અપાતી દૈનિક જીવન જરૂરિયાતની કીટમાં સમાવિષ્ટ વસ્તુઓને અતિ ઉપયોગી ગણાવી હતી.

 

24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 5,619 નવા કેસ

રાજ્યમાં આજે 26 એપ્રિલે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 5619, સુરતમાં 1472, રાજકોટમાં 546, વડોદરામાં 528, જામનગરમાં 373, ભાવનગરમાં 361, ગાંધીનગરમાં 188, અને જુનાગઢમાં 137 નવા કેસો સામે આવ્યાં છે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોના 14,340 નવા કેસ, 158 મૃત્યુ, 7727 સાજા થયા

Published On - 9:21 pm, Mon, 26 April 21

Next Article