કોંગ્રેસનું જય સોમનાથ ! 6 નવેમ્બરથી શરુ કરશે કિસાન આક્રોશ યાત્રા, જુઓ વીડિયો

ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ નુકસાનને લઈને કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફિની માંગ દોહરાવી છે. આ માંગને લઈને કોંગ્રેસ આવતીકાલ 6 નવેમ્બરથી કિસાન આક્રોશ યાત્રા શરૂ કરશે.

કોંગ્રેસનું જય સોમનાથ ! 6 નવેમ્બરથી શરુ કરશે કિસાન આક્રોશ યાત્રા, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Nov 05, 2025 | 6:09 PM

કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતા, ગુજરાતમાં ખેડૂતોને લાભદાયી એવી પાક વીમા યોજના 2020થી અમલમાં નથી. આ યોજના ના હોવાથી આજે ખેડૂત લાચાર બન્યો છે અને સરકારી મદદની અપેક્ષા રાખી રહ્યો છે તેમ રાજ્યસભાના સભ્ય અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની માંગણી છે કે, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આપવું જોઈએ. ઓકટોબરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે તે સરભર કરવા માટે સરકારે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા જોઈએ. કોંગ્રસ આવતીકાલથી સોમનાથ ખાતેથી કિસાન આક્રોશ યાત્રા શરૂ કરશે.

સમગ્ર દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે, પરંતુ ગુજરાતમાં નથી. ખેડૂતો માટે લાભદાયી એવી પાક વીમા યોજના, 2020થી ગુજરાતમાં નથી. કેન્દ્રીય પાક વીમા યોજના બંધ થઈ ત્યારે મુખ્યમંત્રી પાક વીમા યોજના જાહેર થઈ હતી. રાજ્ય અને કેન્દ્રમા ભાજપ સરકાર હોવા છતાં પાક વીમા યોજના અસ્તિત્વમાં નથી. જો આ યોજના આજે ગુજરાતમાં લાગુ હોત તો ખેડૂતોને સરકાર સમક્ષ આશ માંડીને બેસી ના રહેવુ પડતે. આજે ખેડૂતને સરકાર સામે આશા રાખીને બેસી રહેવુ પડે છે. સરકાર જવાબદારી સ્વીકારી જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આપવામાં આવે તેવી માંગણી શક્તિસિંહે કરી છે.

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ કરતા, 2014નો નરેન્દ્ર મોદીનો દેવા માફી અંગેની માંગણી કરતો એક વીડિયો પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો. જેમાં નરેન્દ્ર મોદી NDA સરકાર બન્યા બાદ ખેડૂતોના દેવા માફિનો દાવો કરતા જોવા મળે છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ખેડૂતોના દેવા માંફ કરવામાં આવ્યા હતા. અત્યારે રાજ્યમાં સરવેના નામે નાટક કરાઈ રહ્યા છે. પશુપાલકો માટે ઘાસની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી છે. આવતીકાલથી કોંગ્રેસ સોમનાથથી કિસાન આક્રોશ યાત્રા શરૂ કરશે.

ગુજરાતમાં નબળા પડેલ ભાજપને ઘરભેગુ કરવા માટે કોંગ્રેસ હવે ખેડૂતોના સહારે લઈ રહ્યું છે. ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. આ નુકસાનને લઈને કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફિની માંગ દોહરાવી છે. આ માંગને લઈને કોંગ્રેસ આવતીકાલ 6 નવેમ્બરથી કિસાન આક્રોશ યાત્રા શરૂ કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો