મોદીને શિવાજી સાથે સરખાવાતા, મરાઠી સમાજના લોકોની લાગણી દુભાઈ, દોષીત સામે પગલાં ભરવા સાયબર ક્રાઈમમાં કરાઈ અરજી

|

Sep 18, 2020 | 1:55 PM

સુરતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કોઈ શખ્સ દ્વારા,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરીને, પોસ્ટ મુકવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ફેસબુક પર કોઈ યુઝર દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને છત્રપતિ શિવાજીનો ફોટો કમબાઇન કરીને, એક ફોટો બનાવવામાં આવ્યો છે અને આ ફોટો પોસ્ટ પણ કરવામાં આવ્યો છે. જે બાદ મરાઠી […]

મોદીને શિવાજી સાથે સરખાવાતા, મરાઠી સમાજના લોકોની લાગણી દુભાઈ, દોષીત સામે પગલાં ભરવા સાયબર ક્રાઈમમાં કરાઈ અરજી

Follow us on

સુરતમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કોઈ શખ્સ દ્વારા,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરીને, પોસ્ટ મુકવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ફેસબુક પર કોઈ યુઝર દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને છત્રપતિ શિવાજીનો ફોટો કમબાઇન કરીને, એક ફોટો બનાવવામાં આવ્યો છે અને આ ફોટો પોસ્ટ પણ કરવામાં આવ્યો છે. જે બાદ મરાઠી સમાજના લોકોની લાગણી દુભાઈ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મરાઠી સમાજના લોકો છત્રપતિ શિવાજીને ભગવાનની જેમ પૂજે છે. શિવાજી મહારાજ માટે તેઓને ખૂબ આદરભાવ છે. ત્યારે આ રીતે એક રાજનેતાની સરખામણી શિવાજી સાથે કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

 

મરાઠી સમાજના લોકો દ્વારા, આ માટેની એક અરજી સુરતના, સાઇબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવી હતી. અને આવી વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે, કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી હતી. તેમણે એ પણ રજુઆત કરી હતી કે આ પોસ્ટ તાત્કાલિક ડીલીટ કરવામાં આવે, નહિ તો આ માટે આગામી દિવસોમાં વિવિધ વિરોધ કાર્યક્રમો પણ આપવામાં આવશે.

 

નોંધનીય છે કે આ પહેલીવાર નથી,  જ્યારે પીએમ મોદીની સરખામણી, શિવાજી મહારાજ સાથે કરાઈ હોય. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પણ આજ કે શિવાજી-નરેન્દ્ર મોદી નામે, એક પુસ્તક બહાર પાડવામાં આવતા, મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે. આ પુસ્તક પણ ભાજપના જ એક નેતા દ્વારા લખવામાં આવ્યું છે. ત્યારે શિવસેનાએ પણ આ પુસ્તક પાછું ખેંચવા અને લેખક સામે ફરિયાદ પણ નોંધાવી છે.

 

આ પણ વાંચોઃગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી નહી ખુલે ધોરણ 9થી 12 સુધીની શાળા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 3:03 pm, Wed, 16 September 20

Next Article