હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ઠંડીનો ચમકારો, આગામી 48 કલાક સુધી ઠંડા પવન ફૂંકાવાની આગાહી

|

Jan 19, 2021 | 12:10 PM

કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત્ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી ઠંડા પવનો ફૂકાશે. જેના કારણે ઠંડીમાં ઘટાડો થવાની હાલ પૂરતી કોઈ સંભાવના નથી. તાપમાનની વાત કરીએ તો નલિયામાં 5.6 ડિગ્રી અને ભુજમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેના કારણે કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડા અને […]

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ઠંડીનો ચમકારો, આગામી 48 કલાક સુધી ઠંડા પવન ફૂંકાવાની આગાહી

Follow us on

કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત્ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક સુધી ઠંડા પવનો ફૂકાશે. જેના કારણે ઠંડીમાં ઘટાડો થવાની હાલ પૂરતી કોઈ સંભાવના નથી. તાપમાનની વાત કરીએ તો નલિયામાં 5.6 ડિગ્રી અને ભુજમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેના કારણે કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડા અને તાપણાનો સહારો લઈ રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઠંડીના કારણે ભુજના માર્ગો સૂમસામ બની ગયા છે. કાતિલ ઠંડીને પગલે લોકો જરૂર સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. ઝૂંપડાવાસીઓની હાલત આકરી ઠંડીમાં સૌથી કફોડી બની છે. તો નિત્યક્રમ મુજબ વહેલી સવારે ચાલવા નીકળતા સિનિયર સિટિઝનની હાજરી પણ પાંખી જોવા મળી હતી. બીજીતરફ કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓએ પણ આકરી ઠંડી અનુભવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:06 am, Tue, 31 December 19

Next Article