મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન ‘દેશમાં 2070 સુધી ભાજપ રહેશે’, કહ્યું ‘જીત માટે રોડમેપ તૈયાર કરવો પડશે’

| Edited By: | Updated on: Nov 17, 2021 | 8:19 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું આજે પ્રદેશ કારોબારીમાં પ્રથમ સંબોધન હતુ. જેમાં તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન ગ્લોબલ સમિટમાં કરાયેલા સંબોધનના વખાણ કર્યા હતા. સાથે ગુજરાત અને દેશમાં ભાજપ ખૂબ આગળ વધતુ હોવાનું દર્શાવ્યુ હતુ.

પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે ”દેશમાં 2070 સુધી ભાજપ(BJP)નું શાસન રહેશે,ગુજરાતમાં પણ 2070 સુધી ભાજપનું શાસન(Rule) રહેવુ જરુરી છે. ગુજરાત ભાજપ હંમેશા નંબર 1 રહ્યું છે”

 

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું આજે પ્રદેશ કારોબારીમાં પ્રથમ સંબોધન હતુ. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે વડાપ્રધાન ગ્લોબલ સમિટમાં કરાયેલા સંબોધનના વખાણ કર્યા હતા. સાથે ગુજરાત અને દેશમાં ભાજપ ખૂબ આગળ વધતુ હોવાનું દર્શાવ્યુ હતુ અને આગામી સમય માટે ભાજપે જીત માટે રોડમેપ તૈયાર કરવો જરુરી હોવાનું જણાવ્યુ હતુ.

 

કારોબારીની શરુઆતમાં મુખ્યપ્રધાને વડાપ્રધાનના વિઝનના વખાણ કર્યા હતા. ગ્લોબલ સમિટમાં પીએમએ જે સંબોધન કર્યુ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યપ્રધાને દિશાનિર્દેશ કર્યો હતો કે વડાપ્રધાનનો 2070 સુધીમાં દેશમાંથી કાર્બન નેટ ઝીરો ટકા કરવાનો લક્ષ્યાંક છે. એટલે દેશની અંદર 2070 સુધી ભાજપનું શાસન રહેશે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે શાસનને વધુ મજબુત બનાવવા માટે અનેક પ્રયત્નો કરવા પણ જરુરી છે.

 

આ પ્રસંગે ગુજરાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ ગુજરાતમાં પણ 2070 સુધી ભાજપનું શાસન હોવુ જરુરી છે. આ સાથે વિપક્ષનું નામ લીધા વગર તેમણે કહ્યુ કે અનેક લોકોની નજર ગુજરાત ભાજપને હરાવવા પર છે. જેથી આવા સમયે જીતનો રોડમેપ તૈયાર કરવો જરુરી છે તેમ કહ્યુ.

 

આ પણ વાંચોઃ કોરોના, આતંકવાદના કારણે જેટલા મૃત્યુ નથી પામતા એટલા લોકો દર વર્ષે સમગ્ર વિશ્વમાં પ્રદુષણના કારણે મૃત્યુ પામે છે: રિપોર્ટ

 

આ પણ વાંચોઃ વેક્સિન નહીં તો પ્રવેશ નહીં : સુરતમાં બીજા દિવસે 6 હજારથી વધુ લોકોને બસમાં પ્રવેશતા રોકાયા