CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દરિયાપુર વાડીગામમાં ઉત્તરાયણ મનાવીને તાજી કરી જૂની યાદો

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે સવારે ગાંધીનગર ખાતે અને બપોરના સમયે અમદાવાદમાં પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. અમદાવાદમાં દરિયાપુર વાડીગામ ખાતે મૂળજી પારેખની પોળના એક મકાનના ધાબા પરથી પતંગ ચગાવ્યો હતો.

| Edited By: | Updated on: Jan 14, 2026 | 2:56 PM
1 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી.

2 / 6
મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

3 / 6
જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો.

4 / 6
મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ દરિયાપુર વાડીગામના સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

5 / 6
આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ  દિનેશ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, સ્થાનિક કાઉન્સિલરો તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

6 / 6
પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

Published On - 2:56 pm, Wed, 14 January 26

Follow Us
Loading...
Unable to load recommendations.