Christmas 2021 : કોરોનાને પગલે દીવની સેન્ટ પોલ ચર્ચમાં નાતાલની સાદગીપૂર્વક ઉજવણી

આ વર્ષે દીવના (DIU)સેન્ટ પોલ ચર્ચમાં કોરોના અને ઑમીક્રૉન વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સાદગી પૂર્વક નાતાલ (Christmas) ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દીવમાં ખાસ નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા ખ્રિસ્તી અને હિન્દુ ધર્મના લોકો અને પર્યટકો પણ સેન્ટ પોલ ચર્ચમાં એકત્ર થઈ રાષ્ટ્રીય એકતા દર્શાવી બધાને શુભકામના આપે છે.

Christmas 2021 : કોરોનાને પગલે દીવની સેન્ટ પોલ ચર્ચમાં નાતાલની સાદગીપૂર્વક ઉજવણી
Christmas 2021: DIV
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 10:07 AM

Christmas 2021 : કોરોના અને ઑમીક્રૉન વાયરસને લીધે દીવના (DIU) સેન્ટ પોલ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના લોકો આ વર્ષે નાતાલની (Christmas)ઉજવણી સાદગીપૂર્વક કરીને રાષ્ટ્રીય એકતા દેખાડી છે. દીવમાં નાતાલ પર્વનું ખૂબ જ મહત્વ રહેલું છે. દીવમાં(DIU) પોર્ટુગલ શાસન પછી હાલ પણ ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નાતાલની આગામી તૈયારીના ભાગરૂપે ખ્રિસ્તી સમુદાયના લોકો તથા હિન્દુ સમાજના લોકો પણ નાતાલ પ્રસંગે ઘરને રંગબેરંગી લાઈટોની રોશનીથી સજાવટ કરે છે.

ખ્રિસ્તી સમુદાયના 50 પરિવારના લોકો રંગબેરંગી કપડા પહેરીને રાત્રીના 12 વાગ્યે 600 સાલ પૌરાણિક સેન્ટ પોલ ચર્ચમાં એક કલાક પ્રાર્થના કરીને ઈસુ ભગવાનના જન્મદિવસની શુભકામના આપી કેકનું વિતરણ કરે છે. ફરી સવારે માસની પ્રાર્થના કરીને સાંજે સાન્તા કલોઝ નાના બાળકોને ચોકલેટનું વિતરણ કરે છે.

આ વર્ષે દીવના (DIU)સેન્ટ પોલ ચર્ચમાં કોરોના અને ઑમીક્રૉન વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સાદગી પૂર્વક નાતાલ (Christmas) ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દીવમાં ખાસ નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા ખ્રિસ્તી અને હિન્દુ ધર્મના લોકો અને પર્યટકો પણ સેન્ટ પોલ ચર્ચમાં એકત્ર થઈ રાષ્ટ્રીય એકતા દર્શાવી બધાને શુભકામના આપે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

દીવ પ્રશાસન દ્વારા પણ નાતાલની ઉજવણી તથા પર્યટકોને આકર્ષવા અનેક પ્રયાસો રૂપે હોટેલોને રંગબેરંગી લાઈટોથી શણગારી પર્યટકોને હોટેલોમાં રોકાવા પેકેજોની લોભામણી સ્કીમો આપવામાં આવે છે.

25 ડિસેમ્બરે વિશ્વભરમાં ક્રિસમસની થાય છે ઉજવણી

ક્રિસમસ (Christmas festival)દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. તેની ઉજવણી કરવા માટે, તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે 25 ડિસેમ્બરના રોજ, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જીસસના જન્મના પ્રારંભિક સમયમાં તેમનો જન્મદિવસ આ રીતે ઉજવવામાં આવતો ન હતો, પરંતુ ચોથી સદી આવતા આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવવા લાગ્યો.

દર વર્ષે આ દિવસે લોકોમાં નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવે છે. જેમાં દરેક જગ્યાએ ક્રિસમસ ટ્રી શણગારવામાં આવે છે, સફેદ દાઢીવાળા સાન્તા લાલ કપડા પહેરીને બાળકોને ભેટ અને ખુશીઓ વહેંચતા જોવા મળે છે. લોકો ચર્ચમાં જઈને ઈસુની સામે મીણબત્તીઓ પ્રગટાવે છે અને પવિત્ર બાઈબલ વાંચે છે. આ પછી, આ તહેવાર પર એકબીજાને અભિનંદન પાઠવે છે. આજે 25 ડિસેમ્બર શનિવારના રોજ વિશ્વભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">