AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છોટાઉદેપુરની 283 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શું આવી રીતે ભણશે ગુજરાત? – વીડિયો

રાજ્યના છેવાડામાં આવેલ છોટા ઉદેપુર જિલ્લો શિક્ષણની દૃષ્ટિએ કેમ પછાત છે, તેની હકીકત એવી છે કે જિલ્લાની 283 શાળામાં માત્ર એક શિક્ષક ભણાવી રહ્યા છે. ધોરણ 1થી 5માં માત્ર એક જ શિક્ષક ભણાવવા આવે છે અને તમામ વિષયો એક જ શિક્ષક ભણાવે છે. ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત તે મોટો સવાલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2024 | 11:52 PM
Share

છોટા ઉદેપુર જિલ્લામાં 283 શાળા એવી છે જ્યાં આખી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે. અહીંની શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી કામ ચલાવાઈ રહ્યુ છે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી બધા જ વિષય ભણાવવા માટે એક જ શિક્ષક જોવા મળે છે. એક શિક્ષકવાળી શાળાઓની સ્થિતિ એવી છે કે શિક્ષક એક ક્લાસમાં જાય તો બીજો ક્લાસ એમ જ બેસી રહે. જિંદગી જોઈ ચુકેલા ગામના વડીલોની આંખમાં આ અંગેની લાચારી અને રોષ સ્પષ્ટ જોઈ શકાય છે.

આ વાત ફક્ત છોટાઉદેપુરની નથી આંકડાઓ કહે છે કે ગુજરાતની1606 શાળાઓમાં એક જ શિક્ષકથી કામ ચલાવાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં 283 એવી શાળા છે જ્યાં એક જ શિક્ષક છે. tv9ની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બોડેલી તાલુકાના કુંદનપુર ગામની શાળાની મુલાકાત લીધી તો શાળામાં એક જ શિક્ષક ભણાવતા જોવા મળ્યા

કુંદનપુર શાળામાં સતત ઘટતી સંખ્યાને લઈ વાલીઓનું કહેવું છે કે શિક્ષકોને વારંવાર સરકારી કામ માટે જવું પડતું હોય છે જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. પ્રાથમિક શિક્ષણમાં કમી ન રહે તે માટે પોતાના બાળકોને તેમણે ખાનગી સ્કૂલમાં મોકલવા પડે છે. જેને લઇ સરકારી શાળાઓમાં દિવસે અને દિવસે સંખ્યા ઘટતી જાય છે.

સરકારી અભ્યાસ છોડીને ખાનગી શાળામાં ભણતા બાળકો અને વાલીઓની મુશ્કેલી પણ કંઈક આવી છે. છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામની આવી જ એક અન્ય શાળાની tv9ની ટીમે મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે સ્કૂલમાં બાળકો એકલા જ હતા કેમકે શિક્ષક મિટિંગમાં ગયા હતા. શિક્ષક એક વાગ્યે સ્કૂલે આવ્યા ત્યાં સુધી બાળકોએ તો એમને એમ બેસી રહેવું પડ્યું ને ? હવે વિચારો કે બાળકો ને 1 થી 5 નું ભણતર કયારે આપશે ?

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પાટડીની શાળામાં બાળકોને ક્લાસરૂમમાં પુરી દેવા મામલે શાળાના આચાર્ય અને શિક્ષકોને ફટકારાઈ શો કોઝ નોટિસ- વીડિયો

બોડેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારની ઘાઘર પૂરા ગામમાં પહોંચ્યા તો જાણવા મળ્યું કે આ શાળામાં પણ એક જ શિક્ષક ભણાવી રહ્યા હતા, બીજા ક્લાસના બાળકો એકલા વાંચન કરી રહ્યા હતા. અહીં સુધી પહોંચવામાં પણ બાળકોનો સંઘર્ષ ઓછો નથી હોતો. એક જ બસમાં લગભગ 180 થી વધુ બાળકો ભરાઈને જાય છે બસને અકસ્માત નડે તો શું થાય એ પણ વિચાર ગભરાવી નાખે એવો છે..લોકોની માગ છે કે સરકાર આ બાળકોને ભણવા માટે શિક્ષકની અને માસૂમ બાળકો માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરી આપે એ જરૂરી છે.

Input Credit- Maqbul Mansuri- Chota Udepur

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">