Gujarat Election 2022 : કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે નરોડા અને ઇમરાન ખેડાવાલાએ જમાલપુરમાં કર્યુ મતદાન, જાણો અન્ય નેતાઓએ ક્યાં મતદાન કર્યુ

|

Dec 05, 2022 | 11:36 AM

Gujarat assembly election 2022: વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજો મતદાન કરી રહ્યા છે. એટલુ જ નહીં ઉમેદવારોએ પણ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યુ છે. કોંગ્રેસના નેતાઓએ પણ જુદી જુદી જગ્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે

Gujarat Election 2022 : કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે નરોડા અને ઇમરાન ખેડાવાલાએ જમાલપુરમાં કર્યુ મતદાન, જાણો અન્ય નેતાઓએ ક્યાં મતદાન કર્યુ
કોંગ્રેસના નેતાઓએ કર્યુ મતદાન

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયુ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાઇ રહ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજો મતદાન કરી રહ્યા છે. એટલુ જ નહીં ઉમેદવારોએ પણ વહેલી સવારે જ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યુ છે. કોંગ્રેસના નેતાઓએ પણ જુદી જુદી જગ્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને મત આપવા અપીલ કરી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદમાં નરોડાની કન્યા શાળામાં મતદાન કર્યુ છે. આ સમયે તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. ગાંધીનગરના કલોલમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવા સામે તેમણે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે શું કલોલમાં આતંકવાદી હતા એટલા માટે આટલી બધો બંદોબસ્ત ગોઠવાયો છે. જગદીશ ઠાકોરે દાવો કર્યો કે ભાજપની પોલીસ અને ચૂંટણી પંચની મિલીભગતથી ચૂંટણી લડવામાં આવી રહી છે. તો સાથે જ કહ્યું કે પ્રજા ઇચ્છતી હોય એ મુજબ કોંગ્રેસની સરકારમાં પ્રધાનો બનશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

તો આ તરફ અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું. ઈમરાન ખેડાવાલા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જમાલપુર વસંત રજબ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતુ. તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તો છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ મતદાન કર્યું છે. નારણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહે પણ છોટાઉદેપુરમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ બોરસદમાં પોતાનો મત નાખ્યો છે. આ સમયે તેમણે જણાવ્યુ કે, “કોંગ્રેસને પ્રથમ તબક્કામાં જબરદસ્ત સમર્થન મળ્યું હતું અને આજે પણ દરેક બૂથ પર મતદારોની ભીડ છે, કોંગ્રેસને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે, આગામી 8મીએ કોંગ્રેસને જંગી બહુમતી મળશે.”

Next Article