AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur News: શક્તિસિંહ ગોહિલની બોડેલીમાં ભવ્ય રેલી, રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું ?

શક્તિસિંહે કહ્યું કે હાલમાં જ આવેલા દેશના વડાપ્રધાને બોડેલીને કોઈ ભેટ ન આપી છોટાઉદેપુર અને મઘ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ જે બેસી ગયો છે તે ચર્ચામાં છે. લોકોને હાલાકી પડી રહી છે. બોડેલી પાસેનો રેલવે ઓવર બ્રિજ બનાવવાનો વાયદો તત્કાલીન મુખ્યમંત્રીએ કર્યો હતો તે બન્યો નથી, શિક્ષકોની ઘટ છે, ડોકટરોની ઘટ છે.

Chhota Udepur News: શક્તિસિંહ ગોહિલની બોડેલીમાં ભવ્ય રેલી, રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 1:28 PM
Share

Chhota Udepur News: શકિતસિંહએ બોડેલીના બજારમાં ખુલ્લી જીપમાં રેલી યોજી અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાઈક સવારો રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ સ્વામીનારાયણ હોલ ખાતે કાર્યકરો સાથે સંવાદ યોજ્યો અને છોટાઉદેપુરની ચૂંટણી જીતવા માટે આહવાન કર્યું હતું.

આ પણ વાંચો: Chotaudepur: પાવી જેતપુર પાસે નેશનલ હાઈવે પરના ભારજ નદીના બ્રિજને બંધ કરાતા હાલાકી, ઝડપથી નિરાકરણ લાવવા માંગ, જુઓ Video

શકિતસિંહએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે તેમને UPની ચૂંટણીની જવાબદારી સોપવામાં આવી હતી, ત્યારે મતદાન મથક પરના તમામ બુથ પર ભાજપવાળા હનુમાન ચાલીસા કરતા હતા, કોંગ્રેસે બજરંગ બલીનું અપમાન કર્યું હોય તેમને વોટ ન અપાય પણ હનુમાન દાદાએ એવી તો ગદા ફેરવી કે અલી અને બજરંગ બલી બન્નેના આશીર્વાદ મળ્યા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

જન સંવાદ કાર્યક્રમમાં મઘ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી ઉષાબેન નાયડુ, રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીરેન તિવારી અને 14 તાલુકાના કોંગ્રેસ પ્રમુખો હાજર રહ્યા હતા. આ તમામની ઉપસ્થિતિમાં 500 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસમાં જોડતા શક્તિ સિંહે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

શિક્ષકોની ઘટ છે, ડોકટરોની ઘટ છે: શક્તિસિંહ

છોટાઉદેપુરના રાજ્ય સભાના સાંસદ આવનારી લોકસભાની ચૂંટણી મોટી લીડથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી, અને કહ્યું બીજા પક્ષના કાર્યકરો પણ હવે કોંગ્રેસમાં જોડાય રહ્યા છે. હાલમાં જ આવેલા દેશના વડાપ્રધાને બોડેલીને કોઈ ભેટ ન આપી છોટાઉદેપુર અને મઘ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ જે બેસી ગયો છે તે ચર્ચામાં છે. લોકોને હાલાકી પડી રહી છે. બોડેલી પાસેનો રેલવે ઓવર બ્રિજ બનાવવાનો વાયદો તત્કાલીન મુખ્યમંત્રીએ કર્યો હતો તે બન્યો નથી, શિક્ષકોની ઘટ છે, ડોકટરોની ઘટ છે.

મણિપુર ઘટનામાં વડાપ્રધાન કાંઈ બોલ્યા નહોતા: શક્તિસિંહ

શકિતસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મુઠ્ઠી ભર લોકો આજે માલા માલ થઈ રહ્યા છે અને મારા ગુજરાતના આમ લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. મણિપુર ઘટનામાં વડાપ્રધાન કાંઈ બોલ્યા નહોતા, ભાજપ દ્વારા અનામતને ખતમ કરવાના કાવતરા કરવામાં આવી રહ્યા છે. INDIA મજબૂત ગઢબંધન છે, માત્ર સત્તા મેળવવા જ નહિ લોકતંત્રને ભાજપના અત્યાચારમાંથી મુક્તિ મળે તે માટે ચળવળ શરૂ થઈ છે.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)

g clip-path="url(#clip0_868_265)">