છોટા ઉદેપુર: ખેડૂતોને સૌથી વધુ નુકસાન, 880 ગામોમાં 1.30 લાખે હેક્ટરમાં પાકનો નાશ

|

Jul 28, 2022 | 5:56 PM

વરસાદ અને પૂરને (Flood) કારણે નુક્સાનગ્રસ્ત જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ પ્રધાને કેબિનેટમાં દરખાસ્ત પણ મૂકી દીધી છે. સરવે પ્રમાણે સૌથી વધુ નુક્સાન છોટાઉદેપુરમાં થયું. છોટાઉદેપુરના 880 ગામોમાં 1.30 લાખે હેક્ટર વિસ્તારને અસર થઈ છે.

છોટા ઉદેપુર: ખેડૂતોને સૌથી વધુ નુકસાન, 880 ગામોમાં 1.30 લાખે હેક્ટરમાં પાકનો નાશ
Chhota Udepur: Farmers are the worst hit, crop failure in 1.30 lakh hectares in 880 villages

Follow us on

છોટા ઉદેપુર (Chotaudepur) જિલ્લામાં જુલાઇ મહિનામાં થયેલા વરસાદને (Rain) પગલે વ્યાપક નુકસાન થયું છે. છોટા ઉદેપુરના બોડેલી અને અન્ય તાલુકાઓમાં થયેલા વરસાદથી જિલ્લાના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે.  ગુજરાતમાં થયેલા ભારે વરસાદ બાદ સરકારે કરેલા સરવેમાં હજારો હેક્ટર પાકને નુક્સાન થયું હોવાનું સામે આવ્યું છે. 9 જિલ્લાના 41 તાલુકાના 3070 ગામોમાં કુલ 207 ટીમો દ્વારા પાક નુકસાન સર્વેની હાથ ધરાયો જે પૈકી હાલના તબક્કે 2,346 ગામોમાં સર્વે પૂરો કરવામાં આવ્યો છે.

સામે આવ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યના 9 જિલ્લાનાં 2.42 લાખ હેક્ટરમાં પાકનું ધોવાણ થયું છે. જ્યારે 61 હજાર હેક્ટરમાં 33 ટકા કરતાં વધુ નુકસાન થયું છે. એવી પણ માહિતી મળી રહી છે કે  વરસાદ અને પૂરને (Flood) કારણે નુક્સાનગ્રસ્ત જિલ્લાઓમાં સહાય આપવા અંગે કૃષિ પ્રધાને કેબિનેટમાં દરખાસ્ત પણ મૂકી દીધી છે. સરવે પ્રમાણે સૌથી વધુ નુક્સાન છોટાઉદેપુરમાં થયું. છોટાઉદેપુરના 880 ગામોમાં 1.30 લાખે હેક્ટર વિસ્તારને અસર થઈ છે.

ક્યા જિલ્લામાં કેટલું નુક્સાન થયું તેના પર નજર કરીએ તો, છોટાઉદેપુરમાં ખેડૂતોને સૌથી વધુ અસર થઈ છે. છોટાઉદેપુરના 880 ગામોમાં 130555 હેક્ટર વિસ્તારમાં ખેતીના વિવિધ પાકને અસર થઈ છે. તો નર્મદામાં 547 ગામોના 59430 હેક્ટર વિસ્તારમાં નુક્સાની થઈ છે. જ્યારે નવસારીના 387 ગામોમાં 9 હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં પાકને નુક્સાન થયું હોવાનું સામે આવ્યું છે. વાત પંચમહાલની કરીએ તો 39 ગામોમાં 830 હેક્ટર પાક નષ્ટ થયાનું સરવેમાં ખુલાસો થયો છે. સુરતમાં પણ ભારે વરસાદના કારણે 6 હજારરથી વધુ હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે. વલસાડ, તાપી, ડાંગ અને કચ્છમાં પણ મોટાપાયે પાકનને નુક્સાન ગયું હોવાનું સામે આવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરતમાં પાકને ફટકો પડ્યો છે. તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પાકને અસર થઈ છે. રાજ્ય સરકારની 120 ટીમે 29,800 હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સરવે પૂર્ણ કરી લીધો છે. તો વરસાદી પાણી જ્યાં ભરાયેલા છે ત્યાં ઓસર્યા બાદ પાક નુકસાની સરવે હાથ ધરાશે. આ સરવેનું કામ પૂર્ણ થયા બાદ સરકારી ધારાધોરણો પ્રમાણે સહાયની ચૂકવણી કરાશે.

મહત્વનું છે કે ગઈકાલે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદને પરિણામે થયેલા નુકશાન સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરવા માટે ટીમો બનાવી દેવામાં આવી છે તેના પર સતત મોનિટરીંગ કરી અસરગ્રસ્તોને સહાયરૂપ થવા વહિવટી તંત્રને સુચનાઓ આપવામાં આવી છે.

Next Article