Chhota Udepur: પ્રેમી-પંખીડાને ઝાડ સાથે બાંધીને માર-મારવાનો મામલો, પોલીસે 9 લોકોની કરી ધરપકડ

|

Jul 21, 2021 | 11:29 PM

યુવક- યુવતી એક બીજાને પ્રેમ કરતા હતા. તેઓ 10 દિવસ પહેલા લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયા હતા. જોકે આ બંને પકડાઈ ગયા હતા. બાદમાં તેમને ગામમાં લઈ આવી ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા

Chhota Udepur: પ્રેમી-પંખીડાને ઝાડ સાથે બાંધીને માર-મારવાનો મામલો, પોલીસે 9 લોકોની કરી ધરપકડ
File Image

Follow us on

chhota udepur: જિલ્લાના આદીવાસી વિસ્તારોમાંથી તાલિબાની સજા આપતા હોવાના બનાવો વારંવાર સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને યુવક અને યુવતીઓ એકબીજા સાથે પ્રેમ કરી પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાના ઈરાદે ભાગી જતા હોય છે. આ કિસ્સામાં પકડાઈ જાય તો પોલીસને જાણ કરવામાં આવતી નથી, પરંતુ તેમણે તાલિબાની સજા આપવામાં આવે છે. કાયદાને આ લોકો હાથમાં લેતા હોય છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છેલ્લા એક માસમાં આવા બે બનાવ બન્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ચીલર વાંટ ગામમાં એક ઝાડ સાથે બે પ્રેમી પંખીડાઓને બાંધી દેવામાં આવ્યા હતા. આ લોકોની ભૂલ એ જ હતી કે યુવક- યુવતી એક બીજાને પ્રેમ કરતા હતા. તેઓ 10 દિવસ પહેલા લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયા હતા. જોકે આ બંને પકડાઈ ગયા હતા. બાદમાં તેમને ગામમાં લઈ આવી ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને યુવતીના પરિવારના લોકોએ યુવતી અને યુવકને ઢોર માર માર્યો હતો.

 

 

યુવક અને યુવતી હેવાન બની ગયેલા લોકોના ચુંગલમાંથી છૂટવા માટેના તમામ પ્રયત્ન કર્યા પણ તેઓ છૂટી શક્યા નહતા. આ લોકો તેઓને લાકડીથી મારી રહ્યા હતા. યુવક અને યુવતી મારના કારણે બૂમા બૂમ કરી રહ્યા હતા પણ તેમને છોડવાનાર કોઈ નહતું . જોકે કોઈએ આ વીડિયો તેના મોબાઈલમાં ઉતારી અને વાયરલ કર્યો હતો, જેની જાણ પોલીસને મળતા તાત્કાલિક ગામમાં પહોચી હતી અને 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: Surat: વેસૂ વિસ્તારમાં બંદૂકની અણીએ ચલાવાઈ લૂંટ, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે

 

આ પણ વાંચો: ગોવાના બીચને ટક્કર મારતો બીચ શિવરાજપુરમાં બનશે, પરંતુ દારુની છુટછાટ નહીં અપાય: CM વિજય રૂપાણી

Next Article