છોટાઉદેપુર : સંખેડાના ફર્નિચર બજારમાં મંદીનો માર, નવરાત્રિમાં દાંડિયાની ખરીદી નહિવત્

|

Oct 06, 2021 | 4:51 PM

છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા ગામ કે જે ગામ લાખી કામને લઈ વિશ્વમાં વિખ્યાત છે. અહીં 100 પરિવારના આ ખરાદી સમાજના લગભગ 500 જેટલા લોકો આ ધંધા પર નિર્ભર છે.

છોટાઉદેપુર : સંખેડાના ફર્નિચર બજારમાં મંદીનો માર, નવરાત્રિમાં દાંડિયાની ખરીદી નહિવત્
Chhotaudepur: Sankheda's furniture market slumps, Dandiya purchases negligible during Navratri

Follow us on

ગુજરાત જ નહી પણ દેશ અને દુનિયામાં વિખ્યાત એવું છોટાઉદેપુરના સંખેડામાં વિશ્વ વિખ્યાત ફર્નિચર બનાવતા કારીગરો આજે મંદીના મારને લઈ બેકારીની કગારમાં આવી ગયા છે. નવરાત્રીના સમયે જે બજાર દાંડિયાની ખરીદી માટે ઉભરતું હતું જે માર્કેટ આજે સુમસામ જોવા મળી રહ્યું છે .

છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા ગામ કે જે ગામ લાખી કામને લઈ વિશ્વમાં વિખ્યાત છે. અહીં 100 પરિવારના આ ખરાદી સમાજના લગભગ 500 જેટલા લોકો આ ધંધા પર નિર્ભર છે. સારી ગુણવત્તાનું સાગી અને લાખનો ઉમેરો કરી રંગ બનાવી ફર્નિચર પર હાથથી પોતાની કલાને ઓપ આપી ફર્નિચર બાનવતા હોય છે. જેને લઈ અહીંના ફર્નિચર ખાસ માંગ રહે છે. આ સમાજના કારીગરો દ્રારા બનાવેલ જુલા પર બેસી જેતે સમયના ચીનના પ્રેસિડન્ટ જિંગપિંગ અને નરેન્દ્ર મોદીએ બેસીને ચાય પર ચર્ચા કરી હતી. આજ કારીગરો દ્રારા બનાવવામાં આવેલ સોફા, ખુરશી અને અન્ય ફર્નિચર ઘરની શોભામાં વધારો કરે છે.

દિવાળીના તહેવાર હોય, લગ્ન ગાળો હોય કે પછી નવરાત્રીનો સમય હોય લોકો સંખેડા ગામે આવી ને જ ફર્નિચરની ખરીદી કરતા હોય છે. પણ આ વર્ષે વંશ પરંપરાગત ધંધો કરતાં લોકોને માથે આ વર્ષે મંદીનો માર જોવાઈ રહ્યો છે . આ સમાજના લોકોના કહેવા પ્રમાણે નવરાત્રીનો સમય હોવા છતાં આજે બેકાર બેસી રહ્યા છે. જે બજારો ગ્રાહકોથી ધમધમતા હોય તે આજે સુમસામ ભાષી રહ્યા છે. બેથી ત્રણ માસ પહેલા દેશ અને વિશ્વમાંથી ઓર્ડર આવતા હોય છે તેમનો એક પણ ઓર્ડર આવ્યો નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હવે નવરાત્રીને થોડા જ સમય બાકી છે અને ઓર્ડરના મળતા હવે આગામી લગ્ન સીઝન કે દિવાળીના તહેવાર માટે ખરીદી કરતાં ફર્નિચરને બનાવવાના કામે કારીગરો કામે લાગી ગયા છે . એક તરફ નવરાત્રીમાં બનાવેલ દાડિયાનું વેચાણ ના થયું તો બીજી બાજુ અન્ય ફર્નિચર બનાવવાનું જે રોકાણ થઈ રહ્યું છે તેને લઈ ભારે આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈ જે ધંધા પર અસર થઈ હતી તેમાં ભારે નુકસાની વેઠી પણ આ વર્ષે જે રીતે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે તેને લઈ ધંધો ફરી ચાલશે તે આશા પર પાણી ફરતું હોય તેવું જોવાઇ રહ્યું છે.

સંખેડાના જ દાંડિયા કેમ લોકો માંગ કરી રહ્યા છે તે બાબતે અહીંની એક મહિલાએ જણાવ્યુ કે જે ફર્નિચર અને દાંડિયા બનાવવામાં આવે છે. તેમાં ક્વોલેટી મેન્ટેન કરવામાં આવે છે. કલર જાતે બનાવીએ છીએ, હાથથી જ કામ કરવામાં આવે છે. તેમનું એ પણ કહેવુ છે કે જે દાંડિયા ખેલૈયા રમે છે તેમાં દાડિયાનો જે રણકાર નીકળે છે તે કંઈક અલગ જ હોય છે . પણ આ કોરોના મહામારી ને લઈ અમને ખૂબ નુકસાન થયું છે

ખરાદી સમાજના આ લોકો વર્ષોથી પરંપરાગત ફર્નિચરનું જ કામ કરે છે. પરિવારના તમામ કુટુંબના સભ્યો આ જ ધંધામાં જોતરાયેલા છે . વર્ષો પહેલા આ હસ્તકળાના ગૃહ ઉદ્યોગ માટે સરકાર સબસીડી આપતી હતી. તે પણ 25 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે . અહીંના કારીગરોનો આક્ષેપ એ પણ છે કે છોટાઉદેપુર જિલ્લો ભલે આદીવાસી જિલ્લો હોય પણ કોઈ સરકારી સહાય કે કોઈ લાભ આપવામાં આવતો નથી.

કોરોના મહામારી અને ત્યાર બાદની મંદીને લઈ હવે સંખેડાનું વિશ્વ વિખ્યાત ફર્નિચરનો ધંધો હવે મૃત્ત હાલતમાં જઇ રહ્યો છે. બેકાર બનેલા અહીંના કારીગરોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સરકાર તેમની મદદે આવે તેવી ખરાદી સમાજ ના લોકો આશા રાખી રહ્યા છે.

Next Article