Chhota Udepur : સેનાના નિવૃત જવાનની અનોખી દેશસેવા, આદિવાસી યુવાનોને આપે છે લશ્કરી તાલિમ

|

Jul 19, 2021 | 7:06 PM

રીકેશ રાઠવાને સેનામાં જોડાવાની નાનપણથી ઇચ્છા હતી. અને તેનું સ્વપ્ન પણ સાકાર થયું. રીકેશ રાઠવા 2002માં છોટાઉદેપુર ખાતે યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં ભાગ લીધો.

Chhota Udepur : સેનાના નિવૃત જવાનની અનોખી દેશસેવા, આદિવાસી યુવાનોને આપે છે લશ્કરી તાલિમ
Chhota Udepur: Unique service to Army veterans

Follow us on

Chhota Udepur : જિલ્લાના સરહદી અને આદિવાસી વિસ્તારના જલોદા ગામના જવાને લશ્કરમાંથી નિવૃતી લીધા બાદ સેનામાં જોડાવા પોતાના વિસ્તારના યુવાનોને તાલીમ આપી દેશ સેવાનું કામ કરી રહ્યા છે.

રીકેશ રાઠવાને સેનામાં જોડાવાની નાનપણથી ઇચ્છા હતી. અને તેનું સ્વપ્ન પણ સાકાર થયું. રીકેશ રાઠવા 2002માં છોટાઉદેપુર ખાતે યોજાયેલ લશ્કરી ભરતી મેળામાં ભાગ લીધો. અને તેનું સિલેક્શન પણ થયું .પ્રથમ તેની સિયાચીનમાં પોસ્ટિંગ થઇ અને સિપાઇ તરીકે જોડાયા. ત્યાર બાદ ગલેશિયન 52, લેહ લદાખ અને આર.આર.જમ્મુ કાશ્મીરમાં સેવા આપી હતી. જમ્મુ કાશ્મીરમાં સર્વિસ દરમિયાનની એક અથડામણમાં ત્રણ ગોળી વાગી હતી. જોકે સદનસીબે તેમનો બચાવ થયો હતો.

જોકે હાલમાં રીકેશ રાઠવા પોતે રિટાયર્ડ થતાં પોતાના માદરે વતન જલોદા ગામે આવ્યા છે. પણ દેશની સેવા માટે આજે પણ તત્પરતા જોવાઈ રહી છે. રીકેશ તેમના વિસ્તારના આદિવાસી યુવાનોને દેશની સેવા કરવા માટે તૈયાર કરી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાત અને ડુંગર વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારના યુવાનો કે જેમને પૂરતું શિક્ષણ નથી મળી રહ્યું. તેવા યુવાનોને સેનામાં ભરતી થવા માટેની ટ્રેનિંગ આપી રહ્યાં છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રીકેશ રાઠવા પોતે રિટાયર્ડ થતાં માદરે વતનમાં આદિવાસી યુવાનોને લશ્કરી તાલિમ આપી રહ્યાં છે.

400 જેટલા યુવાનો કે જેઓ જવાન રીકેશ રાઠવા દ્વારા આપવામાં આવતી તાલીમથી ખૂબ ખુશ છે. તાલીમ લઇ રહેલા યુવાનોનું કહેવું છે કે તે લશ્કરમાં ભરતી થવામાં જરૂરી હોય તેવી પૂરતી તાલીમ આપતા રીકેશ રાઠવા આપતા હોય છે. તેમનામાં આત્મવિશ્વાસ બંધાયો છે અને તેઓનું ચોક્કસ આવનારી લશ્કરી ભરતીમાં સિલેક્શન થશે જ અને તેઓને પણ દેશની સેવા કરવાનો મોકો મળશે. એક જ પરિવારના બે યુવાનો પણ તાલીમ લઇ રહ્યાં છે.

રીકેશ રાઠવાના તાલિમ વર્ગમાં આદિવાસી યુવાનો હોંશેહોંશે લશ્કરી તાલિમ લઇ રહ્યાં છે

હાલમાં તો રીકેશ રાઠવા સરકારની કોઇ પણ મદદ વગર તેમના વિસ્તારના બેરોજગાર યુવાનોને સેનામાં જવા માટે તૈયાર કરી રહ્યાં છે. રીકેશ રાઠવા જે નવા જવાનોને ચાલુ સર્વિસે ટ્રેનિંગ આપતા હતા. આજે રિટાયર્ડ થયા પછી નવયુવાનોને સેનામાં ભરતી થવા માટે ઉપયોગી થઈ રહ્યાં છે. જે પણ એક રીતે કહી શકાય કે દેશ સેવાનું કામ તેઓ કરી રહ્યાં છે.

Next Article