Gujarat: વંદે ભારત તથા ભાવનગર અને જામનગરથી ઉપડતી ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જાણો નવુ શેડ્યૂલ
રાષ્ટ્રના મુસાફરોને માટે મહત્વની ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને માટે તેમના અનુરુપતાને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. તેમજ ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે.

ગુજરાતમાં રેલવે નેટવર્ક વધુ ઝડપી સુવિધા આપતુ થયુ છે. વંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનની સુવિધાઓને લઈ મુસાફરી સરળ અને સલામતી સાથે ઝડપી પ્રાપ્ત થવા લાગી છે. જેમાં હજુ પણ અપડેટ સાથે સુધારા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના મુસાફરોને માટે મહત્વની ત્રણ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને માટે તેમના અનુરુપતાને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ST બસ અને વંદે ભારત બાદ હવે રોડ-રસ્તાના કલર બદલાશે! કેસરી રંગનો મોર્ડન માર્ગ, જુઓ Video
એટલું જ નહીં પણ અન્ય બે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. તેમજ ભાવનગર-એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. જે બે ટ્રેનના વિરમગામ સ્ટેશન પર આગમન પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો
થોડાક સમય અગાઉ જ જામનગર અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. જેના શરુ થવાથી સૌરાષ્ટ્રને રેલવેએ મોટી ભેટ આપ્યાની ખુશીઓનો માહોલ છવાયો છે. હવે લોકોની સાનુકૂળતાને ધ્યાને રાખીને વંદે ભારત ટ્રેનના સમયમાં આશીંક ફેરફાર કરવામાં આવ્યો છે.
- ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 27 ઓક્ટોબર થી અમદાવાદ થી 17.55 કલાકને બદલે 18:10 કલાકે ઉપડશે. બાદમાં 18:15 કલાકે સાબરમતી, 18:30 કલાકે સાણંદ, 18.58 કલાકે વિરમગામ, 19:43 કલાકે સુરેન્દ્રનગર, 20.31 કલાકે વાંકાનેર, 21.03 કલાકે રાજકોટ તથા 22.35 કલાકે જામનગર પહોંચશે.
- ટ્રેન નંબર 22926 જામનગર -અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ 27 ઓક્ટોબરથી જામનગરથી 05:30 કલાકને બદલે 5:45 કલાકે ઉપડશે. જ્યારે 6:35 કલાકે રાજકોટ, 7:11 કલાકે વાંકાનેર, 8:06 કલાકે સુરેન્દ્રનગર, 8:48 કલાકે વિરમગામ, 09:16 કલાકે સાણંદ, 9:34 કલાકે સાબરમતી તથા 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.
- ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ના 27 ઓક્ટોબર થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 18:56/18:58 કલાકને બદલે 18:50/18:52 કલાકનો રહેશે.
- ટ્રેન નંબર 19107 ભાવનગર -એમસીટીએમ (ઉધમપુર) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનનો 29 ઓક્ટોબર થી વિરમગામ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:30/8:32 કલાકને બદલે 08:25/08:27 કલાકનો રહેશે.