AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: બેંકમાં હથિયાર સાથે લૂંટનો પ્રયાસ પાણીના ગ્લાસથી નિષ્ફળ બન્યો

અમદાવાદના ઘાટલોડિયામાં એક બેંકમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસની ઘટના બની છે. ઈન્ડિયા ઈન્ફોલાઈન બેન્કમાં હેલ્મેટ પહેરી એક શખ્સ લૂંટના ઈરાદે ઘૂસ્યો હતો. જો કે બેંક કર્મચારીઓની સતર્કતાથી આરોપીને દબોચી લેવામાં આવ્યો અને હાલ તે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે. આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદની આ જગ્યાએ અમિત જેઠવાની હત્યા થઈ હતી, પિતાએ કહ્યું આજે ન્યાય […]

VIDEO: બેંકમાં હથિયાર સાથે લૂંટનો પ્રયાસ પાણીના ગ્લાસથી નિષ્ફળ બન્યો
| Updated on: Jul 06, 2019 | 12:10 PM
Share

અમદાવાદના ઘાટલોડિયામાં એક બેંકમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસની ઘટના બની છે. ઈન્ડિયા ઈન્ફોલાઈન બેન્કમાં હેલ્મેટ પહેરી એક શખ્સ લૂંટના ઈરાદે ઘૂસ્યો હતો. જો કે બેંક કર્મચારીઓની સતર્કતાથી આરોપીને દબોચી લેવામાં આવ્યો અને હાલ તે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદની આ જગ્યાએ અમિત જેઠવાની હત્યા થઈ હતી, પિતાએ કહ્યું આજે ન્યાય મળ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ચિરાગ ભાવસાર નામનો શખ્સ પિસ્તોલ જેવા હથિયાર અને હેલમેટ પહેરી બેંકમાં પ્રવેશ્યો હતો. અને કાઉન્ટર પર કર્મચારીને રૂપિયા થેલામાં નાખવા ધમકી આપી હતી. દરમિયાન બેંક મેનેજરે વાત વાતમાં આરોપી સામે પાણીનો ગ્લાસ ફેંક્યો હતો. જેના કારણે આરોપીએ સંતુલન ગુમાવતા જ બેંકના કર્મચારીઓએ તેને દબોચી પાડ્યો હતો. જે દરમિયાન પિસ્ટોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. જો કે સદનસીબે ફાયરિંગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેંકના કર્મચારીઓએ આરોપીને પકડી પાડ્યા બાદ, પોલીસને જાણ કરી જે બાદ પોલીસે લૂંટારુને જેલ હવાલે કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પરથી પિસ્તોલ ઉપરાંત 6 રાઉન્ડ જીવતા કારતૂસ સહિત ફાયર થયેલો રાઉન્ડ કબજે કર્યો. તો આરોપીને પણ પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[yop_poll id=”1″]

g clip-path="url(#clip0_868_265)">