ગુજરાત વિધાનસભામાં સર્વ સંંમત્તિથી ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાયો, રાજ્ય સરકારના પ્રવકત્તા જીતુ વાઘાણીએ કરી જાહેરાત

|

Sep 21, 2022 | 3:21 PM

રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા (Vinod Mordia) દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો (Cattle Control Act) પરત લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે પછી બહુમતીના આધારે આ કાયદો રદ કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં સર્વ સંંમત્તિથી ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાયો, રાજ્ય સરકારના પ્રવકત્તા જીતુ વાઘાણીએ કરી જાહેરાત
રખડતા ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં સર્વાનુમતિથી પરત લેવાયો

Follow us on

રખડતા ઢોર નિયંત્રણ બિલ (Stray Cattle Control Bill)  પાછું ખેંચાયું છે. વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચવા અનુમતિ પ્રસ્તાવ રખાયો હતો. રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા (Vinod Mordia) દ્વારા આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે પછી બહુમતીના આધારે આ વિધેયક રદ કરવામાં આવ્યુ છે. સર્વાનુમતે ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચવામાં આવ્યુ છે. સરકાર કોઈ પણ કામ માટે અને કોઈ પણ સમસ્યાના નિકાલ માટે સરકાર હંમેશા હકારાત્મક છે. કોંગ્રેસ હતી ત્યારે 25-30 વર્ષથી ના ઉકેલાયા હોય તેવા પ્રશ્નો આ સરકારે ઉકેલ્યા છે, તેવો દાવો શિક્ષણ પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવકત્તા જીતુ વાઘાણીએ (Jeetu Vaghani) કર્યો છે.

સરકારે સમતોલ વ્યવસ્થા માટે કામ કર્યા: જીતુ વાઘાણી

જીતુ વાઘાણીએ પત્રકારો સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, ભાજપે આ બિલને લઇને ખુલ્લા મને ચર્ચાઓ કરેલી છે. પછી તે ભાજપનો માલધારી સેલ હોય કે પછી અન્ય માલધારી સમાજના આગેવાનો હોય, તેમની સાથે વાતચીત કરેલી છે. માલધારી સમાજની સમસ્યા સર્જી છે. સાથે સાથે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પણ લોકોને તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીએ નિર્ણય લીધેલા છે. તમામ પ્રકારની સમતોલ વ્યવસ્થા થાય તેવું કામ કર્યા પછી રાજ્યપાલ દ્વારા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવામાં આવ્યો છે. વિધાનસભામાં આજે તે સર્વાનુમતે તે પરત લેવામાં આવ્યો છે.

રાજ્યની પ્રગતિ માટે કરાય છે કામ: જીતુ વાઘાણી

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે જ્યાં પણ પ્રજાને મુશ્કેલી લાગતી હોય, બીજાને પણ તકલીફ ન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કાયમ અમે બનાવીએ છીએ. રાજ્ય સરકાર કોઇ પણ કામ માટે ધારા ધોરણો જાળવી રાખીને રાજ્યની પ્રગતિ માટે કામ કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સાથે જ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે જે પ્રશ્નોનું નિરાકરણ 25-30 વર્ષથી કોંગ્રેસ હતી ત્યારે પણ નથી થયુ, તેવા પ્રશ્નોનું નિરાકરણ અમે કર્યુ છે. પણ રાજ્ય અને પ્રજાનું હિત પણ સરકારે જોવાનું હોય છે. તેમણે જણાવ્યુ કે કર્મચારીઓ અમારો પરિવાર છે. તેમનું પણ હિત જોવાનું હોય છે. લાગણી અને માગણી બધાની જ હોઇ શકે. રાજ્ય સરકાર જેટલા પણ સંવાદથી તેમના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં તત્પરતા અને તૈયારીઓ પણ બતાવે છે.

 

 

 

Published On - 2:01 pm, Wed, 21 September 22

Next Article