Ahmedabad મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં,16 બ્રિજ માટે ટેન્ડર મંજૂર

|

Jul 26, 2021 | 8:56 PM

અમદાવાદથી વડોદરા વચ્ચે પાંચ અને વડોદરાથી મહારાષ્ટ્રના ઝારોલી સુધી 11 બ્રિજ મળીને કુલ 16 બ્રિજ આકાર પામશે. જેમાં અલગ અલગ પ્રકારના બ્રિજ બનાવવામાં આવશે.

Ahmedabad મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં,16 બ્રિજ માટે ટેન્ડર મંજૂર
Bullet train between Ahmedabad and Mumbai tender approved for 16 bridges( Representative image)

Follow us on

અમદાવાદ(Ahmedabad)  મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન(Bullet Train) પ્રોજેક્ટને લઇને કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન માટે કુલ 16 બ્રિજ આકાર પામવાના છે. જેને લઇને 811 કરોડના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યા છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદથી વડોદરા વચ્ચે પાંચ અને વડોદરાથી મહારાષ્ટ્રના ઝારોલી સુધી 11 બ્રિજ મળીને કુલ 16 બ્રિજ આકાર પામશે. જેમાં અલગ અલગ પ્રકારના બ્રિજ બનાવવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જેમાં અમદાવાદથી મહારાષ્ટ્રના ઝારોલી સુધીના 16 બ્રિજ માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ((NHSRCL) નવેમ્બર 2020માં ટેન્ડર બહાર પાડયા હતા. જેમાં કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. તેમજ અલગ અલગ એરિયા મુજબ બ્રિજ માટે ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જેમાં એક કંપની ટેકનિકલ રાઉન્ડમાં જ ડીસક્વોલિયફાય થઈ હતી.

અમદાવાદ મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન 500 કિ.મીનું અંતર ત્રણથી સાડા ત્રણ કલાકમાં કાપશે. જેનું ભાડુ રૂ. 3000થી 3500ની વચ્ચે રહેશે. બુલેટ કોરિડોર પર જ દોડાવાશે.

અમદાવાદ-  મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન 500 કિ.મીનું અંતર ત્રણથી સાડા ત્રણ કલાકમાં કાપશે. જે બુલેટ કોરિડોર પર જ દોડાવાશે. ભારતીય રેલવેએ અમદાવાદમુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 10,000 કરોડ રૂપિયામાં 1,400 હેક્ટર જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરી છે.

અમદાવાદ – મુંબઈ વચ્ચે 505 કિલોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ પર 98000 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ આવશે. આ કોરિડોર પર ટ્રેનની ટોપ સ્પીડ 370 કિલોમીટર પ્રતિ કલાક હશે. બંને શહેરો વચ્ચેનું અંતર 2 કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકાશે.આ ટ્રેન પ્રોજેકટનું ભૂમિપૂજન પીએમ મોદીએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ કર્યું હતું. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે 12 સ્ટેશનો પર દોડશે.

અમદાવાદ-  મુંબઈ હાઈ-સ્પીડ રેલવે, જેને બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખાય છે, તેને 2023 સુધીમાં ખતમ કરવાના લક્ષ્યને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજનાને જાપાના સરકારની નાણાંકિય અને ટેકનિકલ મદદથી પૂરી કરવામાં આવી છે.

આ પણ વાંચો :  ઓહોહો…લગ્ન મંડપમાં ફેરા ફરતા પહેલા વરરાજાએ કર્યુ આ કામ, જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો… જુઓ તો ખરા !

આ પણ વાંચો : Bronze medalist : ઓલિમ્પિક વિજેતાએ ગુરૂના પુત્રને પોતાનો ‘સુલ્તાન’ બનાવ્યો, બંનેની મુલાકાત અખાડામાં કુશ્તી દરમિયાન થઇ 

Published On - 7:52 pm, Mon, 26 July 21

Next Article