Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ચરખો કાંત્યો

બોરિસ જોન્સન આજે સવારે 8 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનું સ્વાગત કર્યું હતું. આ સાથે ગુજરાતની મુલાકાતે આવનાર બોરિસ જોનસન બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બન્યા છે.

Ahmedabad: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી, ચરખો કાંત્યો
British Prime Minister o Boris Johnson visited the Gandhi Ashram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 11:57 AM

ગુજરાતના પ્રવાસે આવી પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સ (British Prime Minister Boris Johnson) ને અમદાવાદમાં (Ahmedabad) ગાંધી આશ્રમ (Gandhi Ashram) ની મુલાકાત લીધી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ગાંધી આશ્રમમાં બોરિસ જ્હોન્સન ચરખો કાંતતા શીખ્યા હતા. સાબરમતી આશ્રમ તરફથી બોરિસ જ્હોન્સનને એક પુસ્તિકા સાથે એક રેંટિયાની ભેટ આપવામાં આવી હતી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો.

બોરિસ જોન્સન આજે સવારે 8 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનું સ્વાગત કર્યું હતું. આ સાથે ગુજરાતની મુલાકાતે આવનાર બોરિસ જોનસન બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. એરપોર્ટથી તેઓ હયાત હોટલ જવા રવાના થયા હતા. અમદાવાદમાં આગમન થતાં ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલ સુધી તેનું સ્વાગત કરાયું હતું. હોટેલ બહાર પણ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હયાત હોટેલથી તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતો પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ આજે વિવિધ બિઝનેસમેનો સાથે મુલાકાત કરશે. જ્યારે આવતી કાલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે.  બોરિસ જોનસન અમદાવાદથી તેમની ભારત યાત્રા શરૂ કરશે.

ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

બ્રિટનના પીએમ જોનસન આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાત રિજન્સીમાં રોકાયા છે. તેમનો બુલેટપ્રુફ સ્યુટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટેલના 9માં અને 10માં માળ સહિત 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આવ્યા બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે.

બોરિસ જોનસનના કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે તેઓ મુલાકાત કરશે. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટરથી હાલોલ પહોંચશે. જ્યાં જેસીબી કંપનીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. બપોરે તેઓ ગાંધીનગરમાં સચીવાલય પહોંચશે. તેમજ અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે. પીએમ જોનસન ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેવાના છે. આ યુનિવર્સિટીમાં યુકેની એડિનબર્ગ યુનિવર્સિટી સહયોગી બની રહી છે. જ્યાં તેઓ ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરશે. સાંજે તેઓ હયાત હોટલ પરત ફરશે. જ્યાંથી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં 22 એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ ચર્ચા થશે, જેમાં વ્યાપાર, ઉર્જા અને રક્ષા ક્ષેત્ર સહિતના વિષયો પર ચર્ચા થશે. 2035 સુધીના આયોજનને લઈ વેપાર ક્ષેત્રમાં મહત્વના રોકાણ સંબંધે ચર્ચા થશે.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનીલ દોષિત જાહેર, આરોપીને કેટલી સજા થશે તે બાબતે બંને પક્ષના વકીલો કરશે દલીલો

આ પણ વાંચોઃ વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા સાથે વરસાદ, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">