Ahmedabad: બ્રિટનના પીએમ બોરિસ જોન્સનનું આગમન, ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું
બ્રિટનના પીએમ બોરિસ જોન્સનનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. રસ્તા પર ઠેક ઠેકાણે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુ યુવકોની ગૃપ દ્વારા ગરબા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બ્રિટનના પીએમ બોરિસ જોન્સન (British Prime Minister Boris Johnson) નું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. તેમના નિયત સમયે જ સવારે 8 વાગ્યે તેઓ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ હયાત હોટલ જવા રવાના થયા હતા. રસ્તામાં ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે તેનું કરાયું સ્વાગત કરાયું હતું. આજે કારોબારીઓ સાથે મુલાકાત કરશે જ્યારે આવતી કાલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ સાથે ગુજરાત (Gujarat) ની મુલાકાતે આવનાર બોરિસ જોનસન બ્રિટનના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. બોરિસ જોનસન અમદાવાદ (Ahmedabad) થી તેમની ભારત યાત્રા શરૂ કરશે.
બ્રિટનના પીએમ બોરિસ જોન્સનનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. રસ્તા પર ઠેક ઠેકાણે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુ યુવકોની ગૃપ દ્વારા ગરબા કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારથી જ આવા 45 જેટલા ગૃપ રસ્તા પર ગોઠવાઈ ગયાં હતાં. સવારથી જ આ ગૃપ દ્વારા રિહર્લસ કરાયું હતું. એરપોર્ટથી આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલ સુધી તેનું સ્વાગત કરાયું હતું. હોટેલ બહાર પણ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
બોરિસ જોનસનના અમદાવાદમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે તેઓ મુલાકાત કરશે. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટરથી હાલોલ પહોંચશે. જ્યાં જેસીબી કંપનીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. બપોરે તેઓ ગાંધીનગરમાં સચીવાલય પહોંચશે. તેમજ અક્ષરધામની પણ મુલાકાત લેવાના છે. પીએમ જોનસન ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની પણ મુલાકાત લેવાના છે. આ યુનિવર્સિટીમાં યુકેની એડિનબર્ગ યુનિવર્સિટી સહયોગી બની રહી છે. જ્યાં તેઓ ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરશે. સાંજે તેઓ હયાત હોટલ પરત ફરશે. જ્યાંથી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં 22 એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ ચર્ચા થશે, જેમાં વ્યાપાર, ઉર્જા અને રક્ષા ક્ષેત્ર સહિતના વિષયો પર ચર્ચા થશે. 2035 સુધીના આયોજનને લઈ વેપાર ક્ષેત્રમાં મહત્વના રોકાણ સંબંધે ચર્ચા થશે.
આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, ટ્રાયલ પૂરી થયા બાદ તારીખ પડી હતી
આ પણ વાંચોઃ Vadodara: હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જાણો કયા મુદ્દે કરાઈ અરજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો