Breaking News : જાણીતા લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટનું વહેલી સવારે થયુ નિધન, ભરુચમાં આવેલા તેમના આશ્રમમાં ગમગીની છવાઇ
ભજનીક લક્ષ્મણ બારોટે આજે વહેલી સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. જેના પગલે ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સાથે જ ભરુચમાં આવેલા તેમના શ્રી શક્તિ ભજન પીઠાશ્રમમાં ગમગીની છવાઇ ગઇ છે. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મણ બારોટના પાર્થિવદેહને આવતીકાલે ભરૂચમાં લઈ જવાશે.
Laxman Barot Death : જાણીતા લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટનું (Laxman Barot) નિધન થયુ છે. છેલ્લા કેટલાક દિવસથી બીમાર હોવાના પગલે તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. જેના પગલે ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સાથે જ ભરુચમાં આવેલા તેમના શ્રી શક્તિ ભજન પીઠાશ્રમમાં ગમગીની છવાઇ ગઇ છે. મળતી માહિતી પ્રમાણે લક્ષ્મણ બારોટના પાર્થિવદેહને આવતીકાલે ભરૂચમાં લઈ જવાશે.
શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામથી આશ્રમ બનાવ્યો હતો
ભજનીક લક્ષ્મણ બારોટે આજે સવારે 5 કલાકે જામનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ માત્ર ગુજરાત કે ભારત જ નહીં વિદેશોમાં પણ તેમના ભજનો માટે જાણતી છે. મૂળ જામનગરના લક્ષ્મણ બારોટે બાળપણમાં પોતાની આંખો ગુમાવી હતી. જો કે દ્રષ્ટિની શક્તિ ગુમાવવા સામે લક્ષ્મણ બારોટને ઇશ્વરે સૂરની શક્તિ આપી હતી. તેઓ અનોખા અંદાજમાં ભજન ગાવા માટે દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણ બારોટ અને તેમના પત્નીએ જામનગરના ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં પોતાની ભક્તિના સૂર રેલાવ્યા હતા. તેમણે અહીં શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામથી આશ્રમ બનાવ્યો હતો. તેમના તેમનાં ગુરુનું નામ ભજનીક નારાયણ સ્વામી હતું.
કૃષ્ણપુરી આશ્રમમમાં નિયમિત ડાયરા અને ભજન થતા
લક્ષ્મણ બારોટે આદિવાસી વિસ્તારમાં શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ બનાવ્યું હતું. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા. લક્ષ્મણ બારોટ આ આશ્રમની ઘણી વખત મુલાકાત લેતા હતા. લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટના નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આવતીકાલે લક્ષ્મણ બારોટની અંતિમવિધિ કરાશે. તેમના પાર્થિવદેહને આવતીકાલે ભરૂચમાં લઈ જવાશે.
ભરુચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો