Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે, સ્થિતીની સમીક્ષા કરશે, જુઓ Video +

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9 વાગે ભુજ એરપોર્ટ પર આવશે. તેમજ તેવો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. તેમજ તેવો હવાઈ નિરિક્ષણ પણ કરી શકે છે. આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છ જશે.

Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે, સ્થિતીની સમીક્ષા કરશે, જુઓ Video +
Amit Shah Gujarat Visit
Follow Us:
| Updated on: Jun 16, 2023 | 11:32 PM

Cyclone Biparjoy : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 9 વાગે ભુજ એરપોર્ટ પર આવશે. તેમજ તેવો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. તેમજ તેવો હવાઈ નિરિક્ષણ પણ કરી શકે છે. આ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કચ્છ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની ગંભીરતા જોઇને ગુજરાતમાં સર્જાનારી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એડવાન્સમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેઓએ મુખ્યમંત્રી સાથે વખતો વખત ટેલિફોનિક વાતચીત દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ તેમજ તેને લઇને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.

વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા.

આ વાવાઝોડાંની આગાહી થઈ ત્યારથી જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર તેમજ જિલ્લા વહીવટીતંત્રોને આ કુદરતી આપત્તિનો મુકાબલો કરવા માટે વિગતવાર અને એડવાન્સ્ડ પ્લાનિંગ માટે સજ્જ કર્યા હતા.

છેલ્લા 4 દિવસોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)માં સવાર-સાંજ હાજરી આપીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતિનો તાગ લીધો હતો. આજે સવારે પણ તેઓએ SEOCમાં જઇને ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી અસરો, ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, અને જાનમાલની નુકસાની અંગેની રજેરજ વિગતો મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સમગ્ર તંત્રને બચાવ અને રાહત કામગીરી તેમજ રિસ્ટોરેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી છે. વાવાઝોડું પસાર થયાની ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજ્ય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત થયું હતું અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો થયા હતા.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">