Breaking News: સુરેન્દ્રનગર: લીમડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મી બરતરફ, ગુનેગારો સાથે હતી સાંઠગાંઠ – જુઓ Video

Breaking News: સુરેન્દ્રનગર: લીમડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મી બરતરફ, ગુનેગારો સાથે હતી સાંઠગાંઠ – જુઓ Video

| Edited By: | Updated on: May 14, 2025 | 8:44 PM

સુરેન્દ્રનગરના લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ASI સહિત પાંચ પોલીસકર્મીઓને બરતરફ કરવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ કાયદાના રક્ષક હોય છે પરંતુ આ પાંચ પોલીસ કર્મીએ જે કામ કર્યું છે તે જોઈને લાગે છે કે, કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક છે.

પોલીસ જનતાની સેવા માટે હોય છે પરંતુ પોલીસ જ ગુનેગારોને સાથે સંડોવાયેલી હોય ત્યારે શું કરવું?  આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં બન્યો છે. વાત એમ છે કે, સુરેન્દ્રનગરના લીમડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ASI સહિત પાંચ પોલીસકર્મીઓને બરતરફ કરવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ ઉપર ગુનેગારો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો ગંભીર આરોપ છે.

મળતી માહિતી મુજબ, આ પોલીસકર્મીઓના નરાધમો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સાથે સીધા સંબંધો હોવાના મુદ્દે તેમની સામે કાર્યાવાહી કરાઈ છે. જેમાં નવદીપ સિંહ અને તનવીર સિંહ જેવા નામચીન ગુનેગારોના નામ પણ સામેલ છે. ગુજરાત પોલીસના DGP કચેરીથી આદેશ મળતાં, પાંચ પોલીસકર્મીઓને તાત્કાલિક ધોરણે કાઢી મૂકવામાં આવ્યા છે.

આ પહેલા પણ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ પોલીસકર્મી અસામાજિક તત્વો સાથે જોડાયેલો હશે, તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો