અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જેમાં બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, જજીસ બંગલો, મેમનગરમાં વરસાદ પડ્યો છે.તેમજ શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં વરસાદ પડતાં રિવરફ્રન્ટ હાઉસ પર યોજાનાર વીરાંજલી કાર્યક્રમ આજે રદ કરાયો. અમદાવાદમાં વરસાદના કારણે 8 વાગે આયોજિત કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ કરાયો છે. સ્ટેજ અને બેઠક વ્યવસ્થા પલળી જવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું આવતીકાલે યુનિવર્સીટી કન્વેન્શન હોલમાં આયોજન કરવામાં આવશે. જેમાં કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, પ્રતીક ગાંધી સહિતના કલાકારો પરફોર્મ કરવાના હતા.
Stormy weather with heavy winds in #Ahmedabad as city experiences sudden weather change#Gujarat #TV9News pic.twitter.com/Y8jnT0Fbhm
— Tv9 Gujarati (@tv9gujarati) March 23, 2023
જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જેમાં બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, જજીસ બંગલો, મેમનગરમાં વરસાદ પડ્યો છે.તેમજ શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં હજુ પણ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના મતે કચ્છની સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે. ત્યારે આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video : રખડતા શ્વાનના આતંકથી રાજકોટની મહિલાએ ગુમાવ્યો જીવ, સારવાર દરમિયાન થયું મોત