Breaking News : રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે મેગા ડિમોલેશન, 100થી વધુ દબાણો દૂર થશે

| Edited By: | Updated on: Feb 19, 2026 | 10:31 AM

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. નદીકાંઠા પર વર્ષોથી ઉભા થયેલા100થી વધુ દબાણોને દૂર કરવાની કાર્યવાહી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા વિશેષ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. નદીકાંઠા પર વર્ષોથી ઉભા થયેલા 100થી વધુ દબાણોને દૂર કરવાની કાર્યવાહી માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા વિશેષ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પગલાથી નદીકાંઠાની જમીન ફરીથી ખુલ્લી કરવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થશે.

માહિતી મુજબ જંગલેશ્વરમાં RMC હસ્તકની જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને સામે કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશનની માલિકીની જમીન પર બનેલા દબાણોને તોડી પાડવા માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂ થશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ મુદ્દે તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ડિમોલેશનની કામગીરી સુચારુ અને કાયદેસર રીતે પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સરકારી જમીન પર થયેલા કેટલાક ગેરકાયદેસર બાંધકામો મામલે હાલ કોર્ટનો સ્ટે લાગુ છે, જેના કારણે તે સ્થળોએ તાત્કાલિક કાર્યવાહી શક્ય નથી. જોકે, કોર્પોરેશનની જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે કડક વલણ અપનાવી કાર્યવાહી હાથ ધરાશે.

નગરજનોમાં આ કાર્યવાહી અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ નદીકાંઠા અને જાહેર જમીનને દબાણમુક્ત કરવાની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ વર્ષોથી વસવાટ કરતા લોકોને સ્થળાંતર અંગે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. હવે સોમવારે યોજાનારી મેગા ડિમોલેશન ડ્રાઈવ પર શહેરની નજર રહેશે.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.