Breaking News : ગુજરાતના 218 તાલુકામાં વરસાદ, પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ
ગુજરાતના 218 તાલુકામાં વરસાદ વરસ્યો છે . જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 60 તાલુકાઓમાં 1 ઈેચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 24 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. કચ્છના અબડાસા અને દેવભૂમિ દ્વારકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
Gandhinagar : ગુજરાતના 218 તાલુકામાં વરસાદ વરસ્યો છે . જેમાં પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં 60 તાલુકાઓમાં 1 ઈેચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 24 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. કચ્છના અબડાસા અને દેવભૂમિ દ્વારકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં સાંતલપુર અને વારાહી પંથકમાં ધોધમાર મેઘ વરસ્યો. અહીં 5 કલાકમાં જ 6 ઇંચ જેટલો વરસાદ પડી ગયો..ભારે વરસાદથી સાંતલપુર અને વારાહીના કેટલાંક ગામો ડૂબવાની સ્થિતિમાં છે. ગામો અને ખેતરોમાં પાણી ભરાઇ જતા બેટમાં ફેરવાયા છે. સ્થાનિકોની પરિસ્થિતિ ખૂબ કફોડી બની છે.. લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તે હદે પાણી ભરાઇ ગયા છે.
કચ્છના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમા 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો..ભારે વરસાદથી રાપરની બજારોમાં પાણી વહેતા થયા હતા. તો અબડાસા તાલુકાના નરેડી ગામની નદી બે કાંઠે વહેતી થતા નરેડી, ચિયાસર ગામ બન્યા સંપર્ક વિહોણા. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવામાં મજબૂર બન્યા.
ગીર સોમનાથમાં ત્રિવેણી સંગમમાં પૂર આવ્યું, જેના કારણે હિરણ, કપિલા, સરસ્વતી નદીઓમાં પૂર પાણી ધસી આવ્યા હતા. તો સરસ્વતી નદીમાં ફરી ઘોડાપુર આવતા પ્રાચી સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ હતી. ભગવાન માધવરાયની પ્રતિમા 15 ફૂટ પાણીની નીચે જળમગ્ન થઈ છે. ઉપરવાસ જંગલમાં ભારે વરસાદથી તાલાલામાં હિરણ- 2 ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા
રાજકોટના ધોરાજીમાં બે દિવસના વરસાદ બાદ ફરી વરસાદનું આગમન થતાં એક કલાકમાં ધોરાજીમાં બે ઇંચ વરસાદ થયો. ચકલા ચોક, 3 દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા તો પીર ખા કુવા વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળ્યું
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાણથલી ગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસા થયો. આટકોટ, વીરનગર, દોલતપર, પાંચવડામાં ભારે વરસાદ થયો. તો જસાપર, નવાગામ, શિવરાજપુર, જંગવડમાં મેઘાવી માહોલ જોવા મળ્યો.
હજુ પણ આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાથોસાથ રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ બની રહેશે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો