Gujarat Video : સુરેન્દ્રનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ચુડા, ચોટીલા, લખતર સહિતના વિસ્તારોમાં વરસાદ

Gujarat Video : સુરેન્દ્રનગર જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ચુડા, ચોટીલા, લખતર સહિતના વિસ્તારોમાં વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 5:10 PM

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના દૂધરેજ, વઢવાણ, જોરાવરનગરમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ગ્રામ્યમાં ચુડા, ચોટીલા અને લખતરમાં સારો વરસાદ વરસ્યો છે.

Surendranagar: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બીજા રાઉન્ડમાં સારો વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના દૂધરેજ, વઢવાણ, જોરાવરનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચુડા, ચોટીલા, લખતર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ચુડામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વઢવાણ શીયાળી પોળ બહાર હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લામાં મોટાભાગના નદી-નાળા છલકાતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે.

વઢવાણમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી, તંત્ર સામે રોષ

વઢવાણમાં શહેરી વિસ્તારમાં લોકોના ઘર સુધી ઢીંચણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. વઢવાણમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે.

આ પણ વાંચો : Monsoon 2023 Breaking : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે બે દિવસ અતિભારે, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયુ

જાણ કરવા છતા પાલિકાએ કાર્યવાહી ન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા

લોકોએ પાલિકાને જાણ કરવા છતા કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો છેલ્લા 24 કલાકથી પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા હતા અને તંત્રને જાણ કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઘરોમાં પાણી ભરાતા લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">