AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આગામી 3 કલાક થંડરસ્ટોર્મ અને 40 કિમીની ગતિએ પવન સાથે ભારે વરસાદની આગાહી

આગામી ત્રણ ક્લાકને લઈ હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. જેમાં આગામી 3 કલાકને લઇને કરી વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવીટી અને 40 કિમીની ગતિએ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Breaking News: આગામી 3 કલાક થંડરસ્ટોર્મ અને 40 કિમીની ગતિએ પવન સાથે ભારે વરસાદની આગાહી
| Updated on: Jul 01, 2023 | 9:34 PM
Share

Gujarat Weather : આગામી ત્રણ ક્લાકને લઈ હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યુ છે. જેમાં આગામી 3 કલાકને લઇને કરી વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવીટી અને 40 કિમીની ગતિએ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને અમદાવાદ, પાટણ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

થંડરસ્ટોર્મ એક્ટિવીટી સાથે મહેસાણા, સાંબકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રનાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીરસોમનાથ, મોરબી, બોટાદ, દીવ અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હજુ ગુજરાત માટે આજનો દિવસ વધુ ભારે છે. કેમ કે આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી. તો આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રેહશે. આજે અમરેલી, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ, સુરતમાં આજે અત્યંત ભારે થી અતિભારે વરસાદની આગાહી. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રેહશે.

વરસાદને કારણે કચ્છના 20 ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ. ગજણસર, કારાધોધા, ડોણ અને કંકાવતી ડેમ છલકાયો. અંજારનો ટપ્પર ડેમ 88 ટકા ભરાતા 9 દરવાજા ખોલાયા. જિલ્લામાં વરસાદ થતા અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે.

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">