Breaking News : G20 કાર્યક્રમ બાદ ગુજરાતમાં પણ પહેલ, ઇ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રોપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ‘ભારત’ લખાયું

ઇ વિધાનસભા માટે આમંત્રણ પત્રિકામાં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યુ છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિ માટે આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખાતું હતું. જો કે આ વખતે ગુજરાતનો પ્રથમ એવો કાર્યક્રમ છે જેમાં પ્રેસિડેન્ટ ઓફ 'ભારત'લખવામાં આવ્યુ છે.

Breaking News : G20 કાર્યક્રમ બાદ ગુજરાતમાં પણ પહેલ, ઇ વિધાનસભા લોન્ચિંગની આમંત્રણ પત્રિકામાં દ્રોપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ 'ભારત' લખાયું
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 12, 2023 | 3:25 PM

Gandhinagar : G20માં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખાયા બાદ હવે ગુજરાતમાં પણ આ પહેલ જોવા મળી રહી છે. ગુજરાત ઇ વિધાનસભાના (E Assembly) લોન્ચિંગ માટે આમંત્રણ પત્રિકા (invitation card) તૈયાર કરવામાં આવી છે. ત્યારે ઇ વિધાનસભા માટે આમંત્રણ પત્રિકામાં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ માટે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યુ છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિ માટે આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખાતું હતું. જો કે આ વખતે ગુજરાતનો પ્રથમ એવો કાર્યક્રમ છે જેમાં પ્રેસિડેન્ટ ઓફ ‘ભારત’લખવામાં આવ્યુ છે.

ગુજરાત આવતીકાલથી ઇ-વિધાનસભા બનવાની છે. દેશમાં પ્રથમવાર ગુજરાત વિધાનસભા હાઇટેક બનવા જઇ રહી છે અને ઇ-ક્લેવર ધારણ કરી રહી છે. ત્યારે આ ઇ વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં નવી પહેલ જોવા મળી રહી છે. આવતીકાલે ઈ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે તેની આમંત્રણ પત્રિકામાં દેશનું નામ ‘ભારત’ લખવાની પહેલ જોવા મળી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગાંધીનગરમાં લોન્ચ થનારી ઇ-વિધાનસભાની આમંત્રણ પત્રિકામાં ‘ઇન્ડિયા’ને બદલે ‘ભારત’ લખવામાં આવ્યુ છે. આમંત્રણ પત્રિકામાં ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ છાપવામાં આવ્યુ છે. આ પહેલા G20માં પણ ‘પ્રેસિડન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યુ હતુ. ત્યારે હવે ગુજરાતમાં પણ આ પહેલ જોવા મળી રહી છે.

દેશને મળશે પહેલી ઈ-વિધાનસભા

અત્યાર સુધી ધારાસભ્યોના ટેબલ પર જોવા મળતી કાગળોની ફાઇલો હવે ભૂતકાળ બનશે અને ફાઇલો તથા દસ્તાવેજોનું સ્થાન ટેબ્લેટ લેશે. PM મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ થશે. જે બાદ રાષ્ટ્રપતિ ધારાસભ્યોને સંબોધન પણ કરશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે જન પ્રતિનિધિ વિધાનસભાના શૂન્યકાળમાં પણ પ્રશ્નોની રજૂઆત કરી શકશે.

ગુજરાત વિધાનસભાની કામગીરી હવે ઓનલાઇન બની જશે. દરેક ધારાસભ્યને 2 ટેબ્લેટ આપવામાં આવશે. જેમાંથી એક ટેબ્લેટ ધારાસભ્ય પોતાની સાથે રાખી શકશે. ગૃહની તમામ કામગીરીને ટેબ્લેટ દ્વારા સંચાલિત કરાશે. એટલે કે ગૃહની તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે ભવિષ્યમાં નાગરિકો પોતાના પ્રશ્નોની સીધી સરકારમાં રજૂઆત કરી શકાશે. દાવો એ પણ છે કે ગૃહના ડેટા કાયદો ઘડવામાં ઉપયોગી સાબિત થશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">