9 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 12 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 12:01 AM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

9 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 12 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે
Gujarat latest live news and samachar today 9th september

આજે 09 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Sep 2023 11:45 PM (IST)

    મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે. 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરશે. રાજભવનથી ‘આયુષ્માન ભવઃ’ એપ્લિકેશન પણ કરશે લોન્ચ.

  • 09 Sep 2023 11:44 PM (IST)

    મહેસાણા જિલ્લામાં લોક અદાલતનું આયોજન, 7 હજાર 724 કેસની કરાઈ પતાવટ

    • મહેસાણા લોક અદાલતમાં 7724 કેસનો નિકાલ કરવામાં આવ્યો
    • નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ચેક રિટર્ન કલમ 138 ના 1578 કેસ નો નિકાલ
    • મોટર અકસ્માતના 71 કેસ નો નિકાલ
    • મોટર અકસ્માત કેસમાં 4 75 27000 વળતર ચૂકવવાનો આદેશ
    • લોક અદાલતમાં કુલ 17,03,21,342 રકમના કેસનો નિકાલ
    • ચેક રિટર્ન અને મોટર અકસ્માત કેસ મળી કુલ 7724 કેસનો નિકાલ
  • 09 Sep 2023 11:25 PM (IST)

    એશિયન ચેમ્પિયન શ્રીલંકાની સતત ત્રીજી જીત

    વર્તમાન ચેમ્પિયન શ્રીલંકાએ એશિયા કપ 2023ના સુપર-4 રાઉન્ડમાં તેની પ્રથમ મેચ જીતી લીધી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ લો સ્કોરિંગ મેચમાં બાંગ્લાદેશને 30 રને હરાવ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા સદિરા સમરવિક્રમાની જબરદસ્ત ઇનિંગના આધારે 9 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 50 ઓવર પહેલા જ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીતે શ્રીલંકાને પાકિસ્તાનની બરાબરી પર 2 પોઈન્ટ આપ્યા, જ્યારે બાંગ્લાદેશ તેની સતત બીજી હાર સાથે ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું.

  • 09 Sep 2023 10:57 PM (IST)

    પોરબંદર બાયપાસ રોડ પર ભંગારના વેપારીના ઘરમાં લાગી આગ

    પોરબંદર બાયપાસ રોડ પર ભંગારના વેપારીના ઘરમાં આગ લાગી છે. આગ લાગતા ઘરની ઘર વખરી બળીને ખાખ થઈ છે. ફાયર બ્રિગેડની ટીમએ આગ પર કાબૂ મેળવ્યો

  • 09 Sep 2023 10:24 PM (IST)

    દાહોદમાં યુવતીના ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવાનો કેસ

    દાહોદના નાનસલાઇમાં સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટો વાયરલ કરી યુવતીને બદનામ કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પંકજ ડામોરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી પંકજ ડામારે પીડિત યુવતી સાથે બદલો લેવા માટે પ્લાન બનાવ્યો હતો. જેથી તેને યુવતીનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું હતું અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર યુવતીને બદનામ કરવા માટે ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા.

  • 09 Sep 2023 09:46 PM (IST)

    વડોદરા ડભોઇના ચોતરીયા પીર નજીકની કેનાલ પાસે અકસ્માત

    • વડોદરામાં ડભોઇના ચોતરીયા પીર નજીકની કેનાલ પાસે અકસ્માત
    • બાઈક પર કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અકસ્માત
    • બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે
    • તાલુકાના નવી માંગરોળ ગામનો યુવાન કાલુભાઈ દેવીપુજક ડભોઇ તરફ જતો હતો તે વેળા સર્જાયો અકસ્માત
    • ડભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • 09 Sep 2023 08:29 PM (IST)

    અયોધ્યાઃ ઉદય સ્ટાલિન સામે સંતોની મોટી બેઠક

    અયોધ્યાના સંતોએ તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન સામે મોરચો ખોલ્યો છે. બેઠકમાં સંતોએ ઉધયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવેલી ટિપ્પણી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ઉદય સામે પગલાં લેવા સંત સમાજ સંગઠિત થયો છે. ઉદય વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તમિલનાડુના રાજ્યપાલ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર મોકલવામાં આવ્યો છે.

  • 09 Sep 2023 08:02 PM (IST)

    વિરમગામ નર્મદા કેનાલમાં રેલવે કર્મી ડૂબ્યો

    અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક પર નર્મદા કેનાલમાં રેલવે કર્મચારી ડુબ્યો હોવાની ઘટના બની છે. બાલાપીર દરગાહ પાસે રેલ્વે કર્મચારી આકસ્મિક રીતે કેનાલમાં પડ્યો છે. વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમ સાથે સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરાઇ

  • 09 Sep 2023 07:30 PM (IST)

    સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં બંદોબસ્તમા આવેલા SRP જવાનનુ હાર્ટએટેકથી મોત

    • સુરેન્દ્રનગરમાં બંદોબસ્તમા આવેલા SRP જવાનનુ મોત થયું છે.
    • વડોદરા એસઆરપી ગ્રુપ-9 મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અંકુશ નિવૃતિ સમુરે
    • પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યુ
    • અન્ય એસઆરપી સ્ટાફ દ્રારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા
    • ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા
  • 09 Sep 2023 07:20 PM (IST)

    નવસારીમાં મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

    • ઘરફોડ અને મોબાઈલ ચોરીનો આરોપી પ્રહલાદ દંતાણીને ટાઉન પોલીસે પકડ્યો
    • નવસારીના રામજી મંદિર પાસેથી ટાઉન પોલીસે મોબાઈલ ચોરની કરી ધરપકડ
    • આરોપી સામે અગાઉ ચોરીના 14 ગુનાઓમાં નોંધાયા છે
    • પોલીસે રીઢા ગુનેગાર પ્રહલાદ પાસેથી ચોરીનો એક મોબાઈલ ફોન કર્યો કબ્જે
    • અગાઉ દંતાણી ટોળકીના અને પ્રહલાદના ભાઈઓ રણજીત અને રવિ દંતાણીની કરી હતી ધરપકડ
  • 09 Sep 2023 06:58 PM (IST)

    એશિયા કપ: બાંગ્લાદેશને 258 રનનો ટાર્ગેટ મળ્યો

    કોલંબોમાં રમાઈ રહેલી એશિયા કપ ODI ટૂર્નામેન્ટની સુપર ફોર મેચમાં બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ નવ વિકેટે 257 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સદિરા સમરવિક્રમાએ 72 બોલમાં 93 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદ અને તસ્કીન અહેમદે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

  • 09 Sep 2023 06:56 PM (IST)

    નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પર બની ઘટના

    • અમદાવાદની નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઇટ પર બની ઘટના.
    • રિંગરોડ પર આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર દુર્ઘટનામાં 3 ના મોત.
    • ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા.
    • વરસાદ પડતા ભેખડ ધસી પડતા બન્યો બનાવ.
    • મહિલા શ્રમિક સહિત ત્રણના મોત.
    • નરોડા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
  • 09 Sep 2023 06:29 PM (IST)

    રાજકોટમાં જૂના એરપોર્ટથી નવા એરપોર્ટમાં આજે શિફ્ટિંગનું કામ કરાશે

    • આવતીકાલથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ફ્લાઇટ ભરશે ઉડાન
    • જૂના એરપોર્ટથી નવા એરપોર્ટમાં આજે શિફ્ટિંગનું કામ કરાશે
    • માર્ચ મહિનાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે
    • નવા એરપોર્ટ જવા માટે એસ.ટી બસ પોર્ટ થી દર બે કલાકે AC બસ મળશે
    • એસ.ટી દ્વારા બસનું ભાડું 100 રૂપિયા, પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા
    • રાજકોટ એરપોર્ટ પર થી દરરોજ 10 ફ્લાઇટ ઉડાન ભરે છે
    • દિલ્હી, મુંબઈ, ગોવા, ઉદયપુર, ઇન્દોર સહિતની ફ્લાઈટો ઉડાન ભરે છે જે રાબેતા મુજબ ઉડશે
    • છેલ્લી ફલાઇટને એરપોર્ટ ઓથોરિટી દ્રારા વિદાય આપવામાં આવી
  • 09 Sep 2023 06:03 PM (IST)

    દાહોદમાં નકલી શેમ્પુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

    • દાહોદમાં નકલી શેમ્પુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે
    • પોલીસે ઉત્તરપ્રદેશના 8 આરોપીને ઝડપ્યા
    • બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલમાં કેમીકલવાળુ શેમ્પુ ભરી કરતા વેચાણ
    • પોલીસે સ્થળ પરથી બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
    • આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડી અને કોપીરાઈટ્સ સહિતનો ગુનો નોંધાયો
    • સ્મશાન રોડ પર આવેલા મકાનમાંથી ફેક્ટરી ઝડપાઈ
  • 09 Sep 2023 06:01 PM (IST)

    બનાસકાંઠાઃ કેનાલમાં છલાંગ લગાવી યુવકે કર્યો આપઘાત

    બનાસકાંઠાના થરાદમાં યુવકે કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કર્યો છે. જીવનનું અંતિમ પગલું ભરતા પહેલા યુવકે સોશિયલ મીડિયામાં રિલ પોસ્ટ કરી. જીવન એવું જીવ્યા કે લોકો આપે દાખલા ગીત પર રિલ બનાવીને યુવકે જીવન ખતમ કરી નાંખ્યું. ઘટનાની જાણ થતા સ્થાનિકો કેનાલના કાંઠે દોડી આવ્યા. કલાકોની મહેનત બાદ તરવૈયાઓએ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. મૃતક યુવક થરાદના ઉદરાણા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

  • 09 Sep 2023 05:51 PM (IST)

    ઓરસંગ નદીના પટમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર કરતા વાહનો કર્યા જપ્ત

    ડભોઇ પોલીસે ઓરસંગ નદીના પટમાંથી રેતીનો કાળો કારોબાર કરતા વાહનો જપ્ત કર્યા છે. ત્રણ ટ્રક એક જીસીબી સહિત લાખોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. નિયમો પરિપત્રની એસીતેસી કરી રેતી ખનન થતું હતું. તાલુકાના કરણેટ, ભીમપુરા, સિતપુર, ચનવાડા, ભિલોડિયા,અકોટી,જૂની નવી માંગરોળ જેવા ગામોના ઓરસંગના પટમાંથી સાંજ પડતા જ રેતીમાફીઆઓ સક્રિય થઈ જતા હતા. બાતમી આધારે પોલીસે મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. સરકારી પરિપત્રો ને ઘોળી પી જઈ ચોમાસા માં પણ અવધ રેતી ખનન થતું હતું

  • 09 Sep 2023 05:43 PM (IST)

    પોરબંદરમાં દૂધના ટેન્કરમાં દારૂની હેરાફેરી

    • દૂધના ટેન્કરમાં દારૂની હેરાફેરી સામે આવી છે
    • પોરબંદર દ્વારકા હાઈવે પરથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો
    • વિસાવાડા બસ સ્ટેન્ડ પાસે SMCની કાર્યવાહી
    • 28 લાખથી વધુની કિંમતની 6574 દારૂની બોટલ પકડી પાડવામાં આવી
    • દૂધનું ટેન્કર, દારૂ સહિત 43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો.
    • પંજાબથી દૂધના ટેન્કરમાં દારૂ ભરીને પોરબંદર પહોંચાડવાનો હતો
  • 09 Sep 2023 05:35 PM (IST)

    ફેક આઈડી બનાવી ધાર્મિક પોસ્ટ મુકનાર આરોપી પકડાયો

    • ફેક આઈડી બનાવી ધાર્મિક પોસ્ટ મુકનાર આરોપી પકડાયો છે
    • સાયબર ક્રાઇમની ટીમે સંજય શ્યામસુંદર સોનીને રાજસ્થાનથી પકડી પાડ્યો
    • પત્રકારની ઓળખના ફેક એન્કાઉન્ટ સોશિયલ મીડિયા પર બનાવ્યા
    • અન્ય ધર્મના નામે ફેક પોસ્ટ મુકીને લોકોને ભ્રમિત કરનાર આરોપી સામે કાર્યવાહી
  • 09 Sep 2023 05:34 PM (IST)

    જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના કર્મચારી સામે ફરિયાદ

    • જુનાગઢમાં જિલ્લા સહકારી સંઘના કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે.
    • એક્ઝિક્યુટિવ ઓફિસર સામે નોંધાઈ ફરિયાદ
    • જિલ્લા સહકારી સંઘના બનાવ્યા હતા ખોટા રેકોર્ડ
    • મંડળીઓમાં આવેલ અરજીઓ નામંજૂર કર્યાના બનાવ્યા ખોટા રેકોર્ડ
    • એજ્યુકેટીવ ઓફિસર રાજય ઠાકરની પોલીસએ કરી અટકાયત
    • સહકારી સંઘની ચૂંટણી સમયે ચૂંટણી અધિકારી સમક્ષ પણ કર્યા હતા ખોટા રેકર્ડઝ રજૂ
  • 09 Sep 2023 05:20 PM (IST)

    માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

    • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
    • માછીમારીની હોડીમાં વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરાયો
    • રાજ્ય સરકારના આ હકારાત્મક નિર્ણયથી માછીમારોને ખર્ચમાં રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે અને ઉત્પાદન વધશે: મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ
    • 1 થી 44  હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને 300 લીટર કરાઈ
    • 45 થી 75 હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને 600 લીટર કરાઈ
    • 75 થી 100 તેમજ 101 થી વધુ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ટ્રીપવાર મળવાપાત્ર મહત્તમ ડીઝલની મર્યાદા વધારીને ૪૨૦૦ લીટર કરાઈ
  • 09 Sep 2023 05:18 PM (IST)

    ત્રિપુરામાં ભૂકંપના આંચકા

    ત્રિપુરામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનું કહેવું છે કે ધરમનગરથી 72 કિમી ઉત્તર-પૂર્વમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

  • 09 Sep 2023 04:15 PM (IST)

    બે દિવસ બાદ મળશે સસ્તુ સોનું ખરીદવાની તક

    આગામી સપ્તાહથી દેશના લોકોને સસ્તું સરકારી સોનું (Gold) ખરીદવાની તક મળી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ સપ્ટેમ્બર 2023માં સોવરિન ગોલ્ડ બોન્ડની જાહેરાત કરી છે. જેની કિંમત 5,923 રૂપિયા પ્રતિ ગ્રામ જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો આગામી હપ્તો ગ્રાહકો માટે 11 સપ્ટેમ્બર 2023 એટલે કે આવતા સપ્તાહે સોમવારથી શરૂ થઈ રહ્યો છે. આ ઈશ્યુ 15 સપ્ટેમ્બર 2023 સુધી એટલે કે આવતા સપ્તાહે શુક્રવાર સુધી ખુલ્લો રહેશે.

  • 09 Sep 2023 03:45 PM (IST)

    દેશના ટોપ 5 અમીર ધારાસભ્યોમાં સામેલ છે ચંદ્રબાબુ નાયડુ

    એન. ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના ચિત્તૂરની કુપ્પમ સીટના ધારાસભ્ય છે. 2019ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આપેલા એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયાથી વધુ છે. આખા દેશમાં માત્ર 3 ધારાસભ્યો એવા છે જેમની પાસે ચંદ્રાબાબુ નાયડુ કરતા વધુ સંપત્તિ છે. આ ત્રણ ધારાસભ્યો પણ દક્ષિણના રાજ્યોના છે.

  • 09 Sep 2023 03:30 PM (IST)

    ધ ગ્રેટ ખલીએ જોન સીનાને શીખવાડી હિન્દી

    જોન સીના સહિત ઘણા સુપરસ્ટાર રેસલર્સ WWE ઈવેન્ટ માટે ભારત આવ્યા હતા. આ રેસલિંગ મેચની બહાર દરેક રેસલર એકબીજાના સારા ફ્રેન્ડ છે. હાલમાં સોશિયલ મીડિયા પર જોન સીના અને ધ ગ્રેટ ખલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેશી રેસલર ધ ગ્રેટ ખલી પોતાના મિત્ર સમાન ધ ગ્રેટ ખલીને હિન્દીનો પ્રખ્યાત ડાયલોગ શીખવાડે છે. જોન સીના તેની કોપી કરીને તે ડાયલોગ બોલી પણ જાય છે. પણ અંતે જોન સીના તેનો અર્થ પૂછે છે. ત્યારે ધ ગ્રેટ ખલીની બોલતી બંધ થઈ જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

  • 09 Sep 2023 03:15 PM (IST)

    મહીસાગરમાં બુટલેગરોનો આતંક

    મહીસાગરમાં લુણાવાડાના મલેકપુરમાં બુટલેગરો બેફામ બની આતંક મચાવી રહ્યાં છે. ખુલ્લેઆમ પોલીસ અને કાયદાની ઐસીતૈસી કરી લોકોને ધમકી આપી રહ્યાં છે. ત્યારે પોલીસે મલેકપુરમાં આતંક મચાવનાર બુટલેગર વિક્રમ માલીવાડ 2 સાગરીતની ધરપકડ કરી છે. બાલાસિનોરના બુટલેગર મનીષ મહેરા સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી મુખ્ય સૂત્રધાર વિક્રમ માલીવાડ પોલીસ પકડથી દૂર છે.

  • 09 Sep 2023 03:00 PM (IST)

    કોણાર્ક ચક્રની સામે વડાપ્રધાન મોદીએ દુનિયાભરના નેતાઓ સાથે હાથ મિલાવ્યા

    જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત મંડપમ સ્થળ પર વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું, ત્યારે પાછળ બેકગ્રાઉન્ડમાં ઓડિશાનું કોણાર્ક ચક્ર (Konark Wheel) પ્રદર્શિત થયું. પીએમ મોદીએ આ વિશે મહેમાનોને પણ જણાવ્યું હતું. આ કોણાર્ક ચક્ર 13મી સદીમાં રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ ચક્ર ભારતના પ્રાચીન જ્ઞાન, સભ્યતા અને સ્થાપત્યની શ્રેષ્ઠતાનું પ્રતિક છે. કોણાર્ક ચક્રનું પરિભ્રમણ સમય, કાલચક્ર સાથે પ્રગતિ અને સતત પરિવર્તનનું પ્રતિક છે. તે લોકશાહીના ચક્રના શક્તિશાળી પ્રતિક તરીકે પણ કામ કરે છે. તે લોકશાહી આદર્શો અને સમાજમાં પ્રગતિ માટે પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

  • 09 Sep 2023 02:40 PM (IST)

    બ્રાઝિલના રાષ્ટ્રપતિ કેમ પોતાની પત્ની સાથે સમિટમાં ભાગ લેવા પહોંચ્યા

    બ્રાઝિલના રાષ્ટ્રપતિ પોતાની પત્નીને એટલા માટે સાથે લાવ્યા છે કે તેની હેલ્થ સારી રહેતી નથી. તેના હેલ્થની દેખરેખ રહી શકે તે માટે રાષ્ટ્રપતિ પોતાની પત્નીને સાથે લાવ્યા છે. બીજા નેતાઓ પોતાની પત્નીને સાથે લાવ્યા છે પણ તે લોકો ફરવા માટે જતા રહ્યા છે, જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિના પત્ની સમિટ દરમિયાન તેની સાથે રહેશે.

  • 09 Sep 2023 01:33 PM (IST)

    4100 કરોડના ખર્ચ પર G-20 સમિટથી ભારતને શું મળશે?

    જો ભારતમાં આયોજિત આ બેઠકમાં વન અર્થ, એક પરિવાર અને એક ભવિષ્યનો ઉકેલ મળી જશે તો વિશ્વમાં ભારતની છબી વધુ મજબૂત થશે. આ બેઠકમાં નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર પર સમજૂતી થઈ શકે છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે GE જેટ એન્જિન ડીલ પર પણ વાતચીત આગળ વધી શકે છે. એ જ રીતે ભારત ફ્રાન્સ અને બ્રિટન સાથે પણ વ્યૂહાત્મક સોદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્યારે મુખ્યત્વે અમેરિકા, રશિયા અને ચીન પોતાને લીડર તરીકે સ્થાપિત કરી રહ્યા છે, પરંતુ G-20 મીટિંગ દ્વારા ભારત પણ આ રેસમાં સામેલ થઈ ગયું છે.

  • 09 Sep 2023 12:32 PM (IST)

    ભારતમાં લોકોનું બની ગયું છે G20

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ભારતમાં લોકોનું G20 બની ગયું છે, જેમાં 60થી વધુ શહેરોમાં 200થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, G20ના પ્રમુખ તરીકે, સમગ્ર વિશ્વને અપીલ કરે છે કે તેઓ વિશ્વાસના અભાવને એકબીજામાં વિશ્વાસમાં પરિવર્તિત કરે.

  • 09 Sep 2023 12:15 PM (IST)

    PM મોદી આજે 4 દ્વિપક્ષીય બેઠક કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે G20 સમિટની બાજુમાં ચાર દ્વિપક્ષીય બેઠકો યોજે તેવી અપેક્ષા છે. પીએમ મોદી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને જાપાન, જર્મની અને ઈટાલીના નેતાઓ સાથે રૂબરૂ વાતચીત કરશે. દ્વિપક્ષીય બેઠકો G20 સ્થળ પર લંચ પછી થશે. તમને જણાવી દઈએ કે જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ઇટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની આ વર્ષે ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે.

  • 09 Sep 2023 12:05 PM (IST)

    55 દેશોનું સંગઠન આફ્રિકન યુનિયન પણ બન્યું G-20નું સભ્ય

    ગ્લોબલ સાઉથનું અગ્રણી જૂથ આફ્રિકન યુનિયન પણ G20માં જોડાયું છે. પીએમ મોદીના પ્રસ્તાવને તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો છે. સમિટમાં વૈશ્વિક નેતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે મોદીએ કહ્યું કે, તમારા બધાના સમર્થનથી હું આફ્રિકન યુનિયનને G20માં સામેલ થવાનું આમંત્રણ આપું છું. તે પછી, વિદેશ પ્રધાન એસ જયશંકર આફ્રિકન યુનિયન (AU)ના પ્રમુખ અઝાલી અસોમાનીને G-20 ટેબલ પર તેમની બેઠક લેવા માટે લાવ્યા. AU એક પ્રભાવશાળી સંસ્થા છે, જેમાં 55 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.

  • 09 Sep 2023 11:42 AM (IST)

    G20 સમિટમાં PM મોદીનું સંબોધન, કહી આ મોટી વાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં પોતાનું સંબોધન કર્યું હતું. PMએ આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવ્યો છે. તેમણે આ જાહેરાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આતંકવાદ, સાયબર સુરક્ષા અને અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી.

  • 09 Sep 2023 11:18 AM (IST)

    આફ્રિકન યુનિયન બન્યું G20નું સભ્ય, PM મોદીએ કરી જાહેરાત

    આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આની જાહેરાત કરી હતી. પીએમએ આફ્રિકન યુનિયનના પ્રમુખને પણ ગળે લગાવ્યા અને અભિનંદન પાઠવ્યા.

  • 09 Sep 2023 11:03 AM (IST)

    G20 Summit: PM મોદીનું સંબોધન, મોરોક્કોમાં ભૂકંપમાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

    G20 સમિટના પહેલા દિવસે પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓનું સ્વાગત કર્યું. હવે વડાપ્રધાન મોદી પોતાનું સંબોધન આપી રહ્યા છે. આ પછી તમામ નેતાઓ એક પછી એક પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે G20ની કાર્યવાહી શરૂ કરતા પહેલા હું મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા જાનહાનિ પર સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમામ ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.

  • 09 Sep 2023 10:41 AM (IST)

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ભારત મંડપમ પહોંચ્યા

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન G20 સમિટ માટે ભારત મંડપમ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા અને પીએમએ તેમને અશોક ચક્ર વિશે જણાવ્યું હતું.

  • 09 Sep 2023 10:26 AM (IST)

    PM મોદીએ ભારત મંડપમ ખાતે G20માં હાજરી આપનાર વૈશ્વિક સંસ્થાઓના નેતાઓનું સ્વાગત કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં સામેલ થઈને વૈશ્વિક સંસ્થાઓના નેતાઓનું સ્વાગત કર્યું. એશિયન ડેવલપમેન્ટ બેંકના વડા, નાણાકીય સ્થિરતા બોર્ડના અધ્યક્ષ, ILOના મહાનિર્દેશક, IMF પ્રમુખ, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ભૂતપૂર્વ FM ઓસ્ટ્રેલિયા, WTOના મહાનિર્દેશક Ngozi Okonji G20 કોન્ફરન્સમાં પહોંચ્યા છે.

  • 09 Sep 2023 09:33 AM (IST)

    ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી, 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો

    રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ કરી છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ (Rain) ફરી ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે. ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી છે. ગઇકાલે સમગ્ર રાત્રી દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમાનના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

    ડાંગના સુબીરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આહવા, ધરમપુરમાં પણ 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત, તાપી, ભરૂચ, નવસારી, આણંદ, ખેડામાં પણ મેઘમહેર ઉતરી છે. તો પંચમહાલ, મહિસાગર, નર્મદામાં પણ સારો વરસાદ વરસ્યો છે.

  • 09 Sep 2023 09:32 AM (IST)

    નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ નોંધાયો

    નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે. નવસારી જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે.નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ખેરગામમાં વરસ્યો 4 ઈંચ વરસાદ  ખાબક્યો છે. જલાલપોર, નવસારી, ગણદેવીમાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ચીખલી, વાંસદામાં વરસ્યો 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.

    ભારે વરસાદના કારણે નવસારીના નદી-નાળાઓમાં નવા પાણીની આવક થવા લાગી છે. પૂર્ણા અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. અંબિકાની નદીનું જળસ્તર 12 ફૂટ, પૂર્ણા નદીની જળસપાટી 18 ફૂટ છે. તો ફરી વરસાદના આગમનથી ખેડૂતોના મૃત:પાય થવા જઇ રહેલા પાકને નવુ જીવતદાન મળ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 09 Sep 2023 09:02 AM (IST)

    ભારત મોરોક્કોને તમામ શક્ય મદદ કરશે- PM મોદી

    મોરોક્કોમાં ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી અત્યંત દુખી છે. મારા વિચારો આ દુઃખદ સમયે મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થઈ જાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.

  • 09 Sep 2023 08:43 AM (IST)

    મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપથી 296થી વધુના મોત, PM Modiએ દુખ વ્યક્ત કર્યુ

    Morocco : ઉત્તર આફ્રિકાના મોરોક્કો શહેરમાં (Morocco City) શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. ભૂકંપની આ તીવ્રતા ઘણી ખતરનાક માનવામાં આવે છે. જોરદાર ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.

    અત્યાર સુધીમાં લગભગ 296 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતમાળામાં ઓઆકામેડેની નજીક હતું, જે મારાકેશ શહેરથી લગભગ 75 કિમી દૂર હતુ.ભૂકંપના તીવ્ર આંચકાને કારણે સ્થાનીકોમાં અફરાતફરીનો માહોલ છે. ભૂકંપ બાદ રાહત અને બચાવનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યુ હતુ.

  • 09 Sep 2023 08:42 AM (IST)

    મેઘરાજાની મહેરથી ખુશીની લહેર, ખેડૂતોએ રાહતનો દમ લીધો

     લાંબા સમયના વિરામ બાદ ફરીએકવાર મેઘરાજા(Monsoon 2023)એ પધરામણી કરી છે. ગુજરાતમાં માત્ર ભરૂચમાં મેઘમહેર માટે ઉજવાતા ઉત્સવ દરમિયાન રિસાયલે મેઘરાજા ફરી અમી વરસાવતા ધરતીના તાત સહિત સામાન્ય લોકો  વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચમાં ગુરુવારે રાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

    હવામાન વિભાગે હાલના દિવસોમાં યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત(Gujarat) સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે શુક્રવારે કહ્યું કે  ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સારો વરસાદ પડશે. આ સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી  પણ આપવામાં આવી છે.

  • 09 Sep 2023 08:41 AM (IST)

    G20 સમિટ પહેલા દિલ્હીમાં ભારે વરસાદ, અન્ય 18 રાજ્યમાં પણ પવન સાથે વરસાદની આગાહી

    G-20 સમિટની શરૂઆત પહેલા આજે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે જી-20 સમિટની બેઠક 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે વરસાદ G-20 સમિટની મજા બગાડશે કે કેમ?  ગઈ કાલે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો.

  • 09 Sep 2023 08:09 AM (IST)

    પાદરાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

    વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ સતત ત્રીજા દિવસે હળવાથી મધ્યમ વરસાદ વરસાવનું ચાલુ રહેતા વાતાવરણ આહલાદક બન્યું છે. ગરમી અને ઉકળાટથી લોકોએ રાહત અનુભવી છે. તેમજ સમગ્ર વડોદરા પંથકમાં વરસાદ વરસ્યો છે. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર પાદરા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં વડુ, મુવાલ સહિતના વિસ્તારોમાં વરસાદથી હાલાકી સર્જાઈ હતી.

  • 09 Sep 2023 07:24 AM (IST)

    દાહોદના સંજેલી ખાતે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકાયો, બે દિવસ અગાઉ પણ મળ્યો હતો દવાનો જથ્થો

    Medical waste : દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવી રહ્યા છે. સંજેલીના ડુમરાળ રસ્તા પર ફરી એકવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યું છે. બે દિવસ પહેલા પણ ભામણ ઘાટીમાં કોઇ શખ્સ મેડિકલ વેસ્ટ ફેંકી ગયું હોવાનું સામે આવ્યુ હતુ. તો ચોક્કસથી આ તપાસનો વિષય છે, કે મેડિકલ વેસ્ટ કોણ ફેંકી જાય છે.

    આ કોઇ સરકારી હોસ્પિટલનો છે, કે ખાનગી હોસ્પિટલનો છે કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નાખવામાં આવે છે. આ અંગે આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૂરી છે.

    મહેસાણાના ઘુમાસણ તળાવ પાસે મળ્યો મેડિકલ વેસ્ટ

    તો આ અગાઉ મહેસાણામાં પણ આવી જ ઘટના જોવા મળી હતી. મહેસાણાના કડી તાલુકાના ઘુમાસણ ગામે નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડા થયાની ઘટના સામે આવી હતી. મહેસાણાના વડુ રોડ પર ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળી આવી હતી. કડી તાલુકામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળવાની આ પ્રથમ ઘટના નથી. એક અઠવાડિયામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ મળ્યાની આ ત્રીજી ઘટના છે.

  • 09 Sep 2023 07:22 AM (IST)

    મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપની ભારે તબાહી, ઈમારત જમીનદોસ્ત થતા 5ના મોત

    ઉત્તર આફ્રિકાના મોરોક્કો શહેરમાં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. ભૂકંપની આ તીવ્રતા ઘણી ખતરનાક માનવામાં આવે છે. જોરદાર ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં લગભગ 5 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતમાળામાં ઓઆકામેડેની નજીક હતું, જે મારાકેશ શહેરથી લગભગ 75 કિમી દૂર હતુ.

  • 09 Sep 2023 06:49 AM (IST)

    એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત, વૃક્ષ કાપી મૃતદેહ બહાર કઢાયા

    મેધરાજાએ લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં મેધ મહેર કરી છે. ત્યાં આણંદમાં ચાલુ વરસાદે એક ગોઝારી ઘટના બની છે. આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. પતિ અને પત્ની એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતા.

    ત્યારે ઝાડ પડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષ કાપીને પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એકસાથે પતિ -પત્નીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

  • 09 Sep 2023 06:42 AM (IST)

    વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આગામી બે દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    તો આ તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 09 Sep 2023 06:41 AM (IST)

    કરંબેલી-ભીલાડ અને અતુલ-વલસાડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર

    Ahmedabad: લેવલ ક્રોસિંગ-75ના રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે ગર્ડર શરૂ કરવા માટે 9 સપ્ટેમ્બરના રોજ સવારે 11.45 થી 13.45 વાગ્યા સુધી બે કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોક ભીલાડ -કરંબેલી સ્ટેશન વચ્ચેની અપ અને ડાઉન મુખ્ય લાઇન પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનો નિયમન કરવામાં આવશે અને ટૂંકી ટર્મિનેટ/ઉપસ્થિત થશે.

  • 09 Sep 2023 06:40 AM (IST)

    G20 Summit પછી સરકારી કર્મચારીઓના DA માં વધારો થશે, સરકાર તરફથી તહેવારોની ભેટના સંકેત

    કેન્દ્ર સરકારના કર્મચારીઓ(central government employees)ને સપ્ટેમ્બરમાં G20 Summit 2023 પછી સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA Hike)માં મોટો ઉછાળો આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર DAમાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે.

  • 09 Sep 2023 06:39 AM (IST)

    અમદાવાદમાં ઢોરવાડાની દુર્દશા મુદ્દે મનપા ડેપ્યુટી કમિશનરે આપી સફાઈ, ક્ષમતા કરતા વધુ પશુ નથી ભરવામાં આવ્યા

    મદાવાદના દાણીલીમડા ઢોરવાડામાં ગાયોની દુર્દશાનો વીડિયો વાયરલ થવા અંગે કોર્પેોરેશનના ડેપ્યુટી કમિશનરે મહત્વની સ્પષ્ટતા કરી છે. ગાયોની દુર્દશાનો વીડિયો વાયરલ થયા બાદ ડેપ્યુટી કમિશનર મિહિર પટેલે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું. અને સ્પષ્ટતા કરતા કહ્યું કે ઢોરવાડામાં પશુઓને રાખવાની યોગ્ય વ્યવસ્થા છે. સફાઇ માટે ગાયોને અન્ય સ્થળે લઇ જવામાં આવી રહી હતી ત્યારે કોઇ અજાણ્યા શખ્સે વીડિયો બનાવી વાયરલ કર્યો. સાથે જ દાવો કર્યો કે ઢોરવાડામાં ક્ષમતા પ્રમાણે જ પશુ રાખવામાં આવ્યાં છે અને તમામ પશુઓની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે.

  • 09 Sep 2023 06:38 AM (IST)

    ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ફરી નીર આવ્યા, વઘઈથી આહવા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા

    રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદ શરૂ થયો છે. ત્યારે ડાંગ (Dang) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. તો જિલ્લાના અલગ અલગ પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.

    આ પણ વાંચો Dang News: જિલ્લામાં મેઘ મહેર યથાવત, વરસાદને પગલે જિલ્લાના ચાર માર્ગો અવરોધાયા, જુઓ Video

    વઘઈથી આહવા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. તો ધૂળચોંડ ગામ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેમાં આહવા, સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેના કારણે નાગલી, વરાઈ, ડાંગર જેવા પાકોને જીવનદાન મળ્યું છે.

Published On - Sep 09,2023 6:36 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">