Breaking News : વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ડ્રોન દ્વારા સર્વે અને સર્ચ શરૂ કર્યું, જુઓ Video
રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો અને ઘર્ષણની ઘટના બાદ વડોદરા પોલીસ એકશનામાં આવી છે. જેમા સતત ચાલી રહેલા કોમ્બિંગ બાદ હવે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ડ્રોન દ્વારા સર્વે અને સર્ચ શરૂ કર્યું છે.
રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો અને ઘર્ષણની ઘટના બાદ વડોદરા પોલીસ એકશનામાં આવી છે. જેમા સતત ચાલી રહેલા કોમ્બિંગ બાદ હવે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ડ્રોન દ્વારા સર્વે અને સર્ચ શરૂ કર્યું છે.જેમાં વડોદરા શહેરના ફતેહપુરા, હાથીખાના,ચાંપા નેર દરવાજા, યાકુતપુરા તથા આસપાસના વિસ્તારોમાં ડ્રોન સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમજ આગામી હનુમાન જયંતિ ઈદ સહિત ના તહેવારો ને લઈને અગમચેતી ના ભાગરૂપે ડ્રોન સર્વે કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પછી હનુમાન જયંતીની શોભાયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે તે રૂટ અને રામનવમીના દિવસે જે વિસ્તારોમાંથી પથ્થર મારો થયો હતો તે વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે, સર્ચ એન્ડ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પર થયેલા પથ્થરમારાના મામલે હર્ષ સંધવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંધવીએ જણાવ્યું કે શોભાયાત્રા પર પથ્થરમારો એ ગંભીર બાબત છે. જે લોકોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો છે તેવા તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે અપરાધી વડોદરા બહાર ભાગેલા આરોપીઓને પણ શોધીને પગલા લેવામાં આવશે.
વડોદરામાં બીજીવાર પથ્થરમારો
વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસે મોરચો સંભાળ્યો હતો. વડોદરામાં રામ નવમીની વઘુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જેમાં ફતેપુરાના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસના કાફલાએ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. જો કે ઘટનાને પગલે તોફાની તત્વો સામે ગૃહવિભાગે લાલ આંખ કરી હતી.
24 કલાકમાં ઘટનાનો અહેવાલ રજૂ કરવા ગૃહ વિભાગને આદેશ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મોડી રાત સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. સમગ્ર ઘટનાનો 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા માટે ગૃહ વિભાગને આદેશ કરાયો હતો અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો હતો. ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી હતી અને સ્થિતિને કડક હાથે કાબુમાં લેવા સૂચના આપી હતી. પથ્થરમારો કરનારા ઈસમો સામે કડક હાથે પગલા લેવા પણ આદેશ કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…