Breaking News : મોબાઈલ છોડો, પરિવાર સાથે જોડાઓ! પાટીદાર સમાજે શરૂ કરી ડિજિટલ ઉપવાસની પહેલ,જુઓ Video

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી બધા કરે છે. દિવસે દિવસે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ અને તેના કારણે પરિવારોમાં ઘટતા સંવાદ વચ્ચે પાટીદાર સમાજમાં એક અનોખઈ પહેલ કરવામાં આવી છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા ‘ડિજિટલ ઉપવાસ’ની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત મહિલાઓ અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહેશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે અમદાવાદમાં આ પહેલની જાહેરાત કરી હતી.

Breaking News : મોબાઈલ છોડો, પરિવાર સાથે જોડાઓ! પાટીદાર સમાજે શરૂ કરી ડિજિટલ ઉપવાસની પહેલ,જુઓ Video
Patidar Community's Digital Fasting Initiative
| Edited By: | Updated on: Nov 29, 2026 | 2:20 PM

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી બધા કરે છે. દિવસે દિવસે સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ અને તેના કારણે પરિવારોમાં ઘટતા સંવાદ વચ્ચે પાટીદાર સમાજમાં એક અનોખઈ પહેલ કરવામાં આવી છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા ‘ડિજિટલ ઉપવાસ’ની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત મહિલાઓ અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહેશે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે અમદાવાદમાં આ પહેલની જાહેરાત કરી હતી.

દર રવિવારે મહિલાઓ કરશે ડિજિટલ ઉપવાસ

આ પહેલ હેઠળ દર રવિવારે મહિલાઓ Instagram અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરે. આર.પી. પટેલે મહિલાઓને ડિજિટલ ઉપવાસના શપથ લેવડાવ્યા હતા. તેમણે અપીલ કરી હતી કે અઠવાડિયાનો એક દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહીને સંપૂર્ણપણે પરિવારને ફાળવવામાં આવે.

તેમના મતે, આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લોકો પરિવાર સાથે હોવા છતાં મોબાઇલમાં વ્યસ્ત રહે છે. જેના કારણે પરિવારના સભ્યો વચ્ચેનો સંવાદ ઘટી રહ્યો છે. ખાસ કરીને બાળકો સાથે સમય પસાર કરવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક ઓછી થઈ રહી છે.

પરિવાર વ્યવસ્થા મજબૂત બનાવવાનો પ્રયાસ

આ પહેલ પાછળનો મુખ્ય હેતુ પરિવારના સભ્યો વચ્ચે નિકટતા અને સંવાદ વધારવાનો છે. આર.પી. પટેલે સોશિયલ મીડિયાના વધતા વળગણને સામાજિક સંબંધો માટે ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી પરિવાર અને સામાજિક જીવન પર નકારાત્મક અસર થઈ શકે છે.

વિશ્વ ઉમિયાધામની આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને ટેક્નોલોજીથી સંપૂર્ણપણે દૂર કરવાનો નથી, પરંતુ તેના ઉપયોગમાં સંતુલન જાળવવાનો છે. અઠવાડિયામાં એક દિવસ મોબાઇલ અને સોશિયલ મીડિયાથી દૂર રહીને પરિવાર સાથે સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

 

આ પહેલથી મહિલાઓ અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે સંવાદ વધશે તેમજ બાળકોના ઉછેરમાં માતા-પિતાની ભાગીદારી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પાટીદાર સમાજની આ ડિજિટલ ઉપવાસની પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બને છે કે નહીં.

આ પણ વાંચો : આ 18 કારીગરોને મળશે ₹3 લાખની લોન અને ₹15 હજારની ટૂલકિટ! જાણો કેવી રીતે મળશે લાભ?

Published On - 2:19 pm, Sun, 29 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.