Gujarati NewsGujaratBreaking News Nadiad local body election result BJP capturing 11 seats
Breaking News : નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 11 બેઠકો કરી કબજે, કોંગ્રેસ ખાતુ પણ નહીં ખોલી શકી
નડિયાદમાં ભાજપે પ્રારંભિક તબક્કામાં જ દબદબો જમાવ્યો છે. મતદાન પહેલા જ ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા, જે પાર્ટી માટે મોટો લાભ સાબિત થયો હતો. જ્યારે વોર્ડ 6 અને 10માં પણ ભાજપની જીત થઈ છે.
ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે નડિયાદમાં ભાજપે પ્રારંભિક તબક્કામાં જ દબદબો જમાવ્યો છે. મતદાન પહેલા જ ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા, જે પાર્ટી માટે મોટો લાભ સાબિત થયો હતો. જ્યારે વોર્ડ 6 અને 10માં પણ ભાજપની જીત થઈ છે.
નડિયાદમાં 11 બેઠકો ભાજપના ખાતામાં
મતગણતરી દરમિયાન વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 10માં ભાજપનો ભગવો લહેરાયો છે, જેના કારણે અત્યાર સુધી ભાજપે કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો પોતાના ખાતામાં કરી લીધી છે. શરૂઆતના ટ્રેન્ડ્સમાં ભાજપ આગળ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસનું હજુ ખાતુ જ નથી ખુલ્યું
બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આગળના રાઉન્ડમાં પરિણામો કઈ દિશામાં વળે છે તે પર સૌની નજર ટકી છે.
મતગણતરીના આગામી રાઉન્ડ સાથે ચિત્ર વધુ સ્પષ્ટ બનશે તેવી અપેક્ષા છે. ભાજપ પોતાના પ્રારંભિક લીડને બહુમતીમાં ફેરવવા આતુર છે, જ્યારે કોંગ્રેસ માટે હવે આવનારા રાઉન્ડ નિર્ણાયક સાબિત થઈ શકે છે. મતગણતરી કેન્દ્રો પર ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને દરેક રાઉન્ડ બાદ મળતા ટ્રેન્ડ્સને લઈને ઉત્સુકતા વધતી જઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે અંતિમ પરિણામોમાં નડિયાદ મહાનગરપાલિકામાં સત્તાનો તાજ કયા પક્ષના માથે સજશે.
Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 11 બેઠકો પર જીત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો