Breaking News : જૂનાગઢમાં જળબંબાકાર, માંગરોળમાં 10 ઈંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં ઘોડાપૂર

જૂનાગઢ કેશોદ શહેરમાં પોણા 11 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.બીજી બાજુ ભારે વરસાદથી શહેરના માર્ગો જાણે નદીઓમાં ફેરવાયા હોય તેવું જોવા મળ્યું હતુ.માંગરોળમા છેલ્લા 12 કલાક મા 10 ઈંચ સુધીનો વરસાદ ખાબકયો છે

Breaking News : જૂનાગઢમાં જળબંબાકાર, માંગરોળમાં 10 ઈંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં ઘોડાપૂર
Image Credit source: AI
| Edited By: | Updated on: Jul 03, 2026 | 10:08 AM

વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે ક્યાંક11 ઈંચ તો ક્યાંક 12 ઈંચ સુધીનો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.જૂનાગઢ કેશોદ શહેરમાં પોણા 11 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે.બીજી બાજુ ભારે વરસાદથી શહેરના માર્ગો જાણે નદીઓમાં ફેરવાયા હોય તેવું જોવા મળ્યું હતુ.માંગરોળમા છેલ્લા 12 કલાક મા 10 ઈંચ સુધીનો વરસાદ ખાબકયો છે

વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

જૂનાગઢ કેશોદ શહેરમાં પોણા 11 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. તો હાઈવે તો જાણે તળાવ બન્યા હોય તેવા દર્શ્યો પણ સામે આવ્યા હતા.અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. કેશોદ એરપોર્ટ સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા.શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી હતી. બીજી બાજુ ચોમાસાની શરૂઆતે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.

 

માંગરોળમાં 10 ઈંચ વરસાદ

જુનાગઢ માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી માંગરોળમાં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. નદી નાળામાં ઘોડાપૂર આવ્યુ હતુ, કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો.કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.માંગરોળ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.જિલ્લામાં 3થી 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે.

પાંચ દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 12.64 ઇંચ નોંધાયો, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

 

 

Breaking News : જૂનાગઢમાં પહેલા વરસાદમાં જ ખુલ્લી ગટર જીવતી આફત, અનેક લોકો પટકાયા, જુઓ CCTV ફૂટેજ

Published On - 9:01 am, Fri, 3 July 26

Follow Us