AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો, પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા

વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન 16 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે.

Breaking News : વડોદરા ભાયલી ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો, પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા
Vadodara Bhayli gangrape case
| Updated on: Aug 31, 2026 | 2:07 PM
Share

વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં પોક્સો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન 16 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે.

ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો

20 ઓગસ્ટે વડોદરા પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આરોપીઓ મુમતાજ બનજારા, શાહરૂખ બનજારા, મુન્ના બનજારા, અજમલ સત્તાર અને સૈફઅલી મહેંદી હસન સામે સરકાર પક્ષે કડકમાં કડક સજાની માંગ કરી હતી.

પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા

સરકાર પક્ષે ફાંસીની સજા અને જો ફાંસી ન આપવામાં આવે તો જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજાની રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે આજે વર્ડિંક્ટ આપતા પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે.

2024માં નવરાત્રીમાં બની હતી ઘટના

સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો 4 ઓક્ટોબર, 2024ના બીજા નોરતાની રાત્રે વડોદરામાં રહેતી 16 વર્ષીય સગીરા તેના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. ત્યારબાદ સગીરા પોતાના મિત્ર સાથે ભાયલીના નિર્જન વિસ્તારમાં બેઠી હતી. તે સમયે બે બાઇક પર પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને બંનેને ધાકધમકી આપ્યા બાદ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

17 દિવસમાં 6 હજાર પાનાની ચાર્જશીટ

ઘટનાના માત્ર 17 દિવસમાં પોલીસે પોક્સો કોર્ટમાં આશરે 6 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં આશરે 100 સાક્ષીઓના નિવેદનો, FSL અને મેડિકલ રિપોર્ટ, DNA સેમ્પલ તેમજ CCTV સહિતના પુરાવાઓ સામેલ કરવામાં આવ્યા હતા.

ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા 45 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને વિવિધ દસ્તાવેજી તથા વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. સગીરાના કપડાંમાંથી મળેલા આરોપીઓના શરીર પ્રવાહીના વૈજ્ઞાનિક પુરાવા પણ કેસમાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">