Breaking News : પ્રચારનો અંતિમ દિવસ, અંતિમ ઘડીએ CM ભૂપેન્દ્રનો 48 વોર્ડમાં ઝંઝાવાતી પ્રચાર, જુઓ Video

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 48 વોર્ડમાં બાઇક રેલી અને રોડશો યોજી જોર લગાવ્યું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સઘન પ્રચાર કરી રહી છે. હવાલા કાંડ અને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો ચર્ચામાં રહ્યા. આજે સાંજે 5 વાગ્યે પ્રચારનો અંત આવશે.

Breaking News :  પ્રચારનો અંતિમ દિવસ, અંતિમ ઘડીએ CM ભૂપેન્દ્રનો 48 વોર્ડમાં ઝંઝાવાતી પ્રચાર, જુઓ Video
Last day of campaigning Watch CM Bhupendra Janjawati campaigning at the last minute in 48 wards Video
| Updated on: Apr 24, 2026 | 11:55 AM

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ અને નિર્ણાયક દિવસ છે. આ અંતિમ ઘડીના પ્રચારમાં તમામ મુખ્ય રાજકીય પક્ષો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ આખો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અમદાવાદના તમામ 48 વોર્ડમાં એક સાથે બાઈક રેલીઓ અને રોડશો યોજી ધુવાધાર પ્રચાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને ભાજપ પ્રદેશ પ્રમુખે માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ

ભાજપની પ્રચાર રણનીતિમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો અને સરકારના નેતાઓ સહિત પક્ષના તમામ સ્તરોના હોદ્દેદારોએ સક્રિય ભૂમિકા ભજવી. તેમણે પોતાની સરકારની કામગીરી અને વિકાસના કાર્યોને મતદારો સમક્ષ રજૂ કર્યા. બીજી તરફ, વિપક્ષ દ્વારા ભાજપ સરકારની કથિત નિષ્ફળતાઓને મુદ્દો બનાવવામાં આવ્યો. અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓએ ભાજપની કામગીરી પર સવાલો ઉઠાવ્યા.

ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જોરદાર ટક્કર

આ ચૂંટણી પ્રચારમાં અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ પણ ચર્ચામાં રહ્યા. આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હવાલા કાંડ એક મુખ્ય મુદ્દો બન્યો, જેમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા પૈસાની હેરાફેરીના આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીએ આ આરોપોને સરકારી કાવતરું ગણાવી નકારી કાઢ્યા છે અને સીસીટીવી ફૂટેજ પણ ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત, મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન વિરુદ્ધના નિવેદનો અને ગુજરાતના લોકોને “મૂર્ખ” કહેવાની વાત પણ રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી. આણંદના ધારાસભ્ય મિતેશ પટેલ જેવા નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો પણ ચર્ચામાં રહ્યા.

 

પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે રોડશો

આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પોતાનું જોર લગાવવાનો પ્રયાસ કર્યો. પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો મતદારોને રિઝવવા માટે રોડશો, બાઈક રેલી અને ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે. આજે સાંજે 5 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ જશે અને મતદારો આગામી સમયમાં કોને પસંદ કરે છે તે સ્પષ્ટ થશે. આટલી ગરમીમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ પક્ષો છેલ્લા પ્રયાસો કરી રહ્યા છે.

 

ઈરાનમાં પરિસ્થિતિ તંગ, ભારતીયોને તાત્કાલિક દેશ છોડવાનો આદેશ આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us