
ગુજરાતમાં સત્તાની સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે જુનાગઢમાં મોટો અપસેટ સર્જાયો છે. આમ આદમી પાર્ટીમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીની કારમી હાર થઈ છે. ભૂપત ભાયાણી 1430 મતોથી હાર થઈ છે. ત્યારે જુનાગઢ જિલ્લા પંચાયતની ભેંસાણ બેઠક પર પક્ષપલટો કરનારા ભાયાણીને જનતાએ જાકારો આપ્યો છે.
ભેંસાણ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની જુનાગઢ જિલ્લા પંચાયતમાં દિલસુખ રૂપારેલિયા સામે 1430 મતોથી કારમી હાર થઈ છે. ભાયાણી પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી તેમણે કેસરીયા કર્યા હતા. ત્યારે હાલ જનતા દ્વારા તેમને જાકારો મળ્યો છે.
આ તરફ ભેંસાણ તાલુકા પંચાયતની 5 બેઠક પણ આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. હજુ સુધી તાલુકા પંચાયતમાં ભાજપ ખાતુ પણ ખોલાવી શકી નથી અને જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકનું પરિણામ જાહેર થયુ છે તેમા પણ ભાજપની હાર થઈ છે. જે સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મોટો સેટબેક કહી શકાય અને આમ આદમી પાર્ટી માટે જેટલો નફો એટલો વકરો એવી સ્થિતિ છે.
આ જીત પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ કે ભૂપત ભાયાણીએ તેમને પડકાર ફેંક્યો હતો અને તેની સામે તેઓ આજે જીત્યા છે. ભૂપત ભાયાણી એવી વાતો કરતા હતા કે આમ આદમીને ઉમેદવાર મળતા નથી ત્યારે આપના ઉમેદવારે ભાજપના જ ઉમેદવારને હરાવ્યા છે. ભેંસાણ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો છે, જેમા 5 બેઠકો પર પણ AAP ની જીત થઈ છે. જેમા તાલુકા પંચાયતની છોડવડી બેઠક પર AAP ની જીત થઈ છે.
આ તરફ માણાવદર તાલુકા પંચાયતમાં કોયલાણા બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે જુનાગઢ જિલ્લા પંચાયતની કણઝા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ ખટારીયાના પુત્રવધુની કારમી હાર થઈ છે જ્યારે આપના ઉમેદવાર પ્રવીણ ચાવડા નો વિજય થયો છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:32 am, Tue, 28 April 26