
Indian Army: જામનગરમાં આજે સવારે 4 વાગ્યે પાકિસ્તાનનું ડ્રોન દેખાયું હતું, જેને ભારતીય સેનાએ તાત્કાલિક તોડી પાડ્યું. આ ઘટનાને પગલે શહેરમાં અંધારપટ છવાયો હતો. જે સુરક્ષા કારણોસર લાગુ કરાયેલ બ્લેકઆઉટનું પરિણામ હતું.
જામનગરમાં આજે સવારે 4 વાગ્યે પાકિસ્તાનનું ડ્રોન દેખાયું હતું, જેને ભારતીય સેનાએ તાત્કાલિક તોડી પાડ્યું. આ ઘટનાને પગલે શહેરમાં અંધારપટ છવાયો હતો, જે સુરક્ષા કારણોસર લાગુ કરાયેલ બ્લેકઆઉટનું પરિણામ હતું.
આ ઘટના ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિનો ભાગ છે, જેમાં પાકિસ્તાને ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના વિવિધ શહેરોને નિશાન બનાવતાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓ કર્યા હતા. ભારતીય સેનાએ આ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં પણ ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા અને સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો હતો.
આ તણાવની સ્થિતિમાં નાગરિકોને સાવચેતી રાખવાની અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
ભારત-પાકિસ્તાન તણાવને લઈ વહીવટી તંત્ર સાબદું થઈ ગયું છે. મોડી રાત્રે અધિકારીઓ જિલ્લા કંટ્રોલ રૂમે દોડી આવ્યા હતા. કલેક્ટર, SP, મનપા કમિશનર સહિતના અધિકારીઓ સતર્ક છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જિલ્લાની પળેપળની માહિતી મેળવી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
કલેક્ટરનું નિવેદન આવ્યું છે કે, લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ભરમાવું નહીં. તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતી અનુસરવા અનુરોધ છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો 0288-2553404 નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. તે દરમિયાન, પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું અને પછી ગોળી મારીને હત્યા કરવામાં આવી. જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયનો સમાવેશ થાય છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.
Published On - 8:29 am, Fri, 9 May 25